ગિફ્ટ સિટી દ્વારા ચાંદી કૌભાંડ? TMC સાંસદની પોસ્ટે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલેએ X (અગાઉ ટ્વિટર) દ્વારા છેલ્લા આઠ મહિનાથી ઉભરી રહેલા 'ખૂબ જ વિચિત્ર વલણ' વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પૂછ્યું કે 'ગુજરાતના ગિફ્ટ સિટીમાં ચાંદીનું કોઈ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે?' શીર્ષકમાં લખ્યું હતું કે, ડિસેમ્બર 2023થી, દેશની તમામ ચાંદી યુનાઇટેડ આરબ અમીરાત (UAE)થી ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નામના સ્થળે નિકાસ કરવામાં આવી રહી છે. પોતાની પોસ્ટમાં ચાંદીની આયાત સાથે જોડાયેલી વધુ માહિતી આપીને તેમણે અનેક સવાલો પણ ઉભા કર્યા છે.
TMC સાંસદે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ભારત ચાંદી પર 15 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાદે છે. માત્ર RBI અને DGFT દ્વારા નામાંકિત સંસ્થાઓને જ ચાંદીની આયાત કરવાની મંજૂરી છે. પરંતુ 'કેટલાક કારણોસર આ નિયમો ગુજરાતના ગિફ્ટ સિટીને લાગુ પડતા નથી. કોઈપણ ખાનગી ખેલાડી અહીં ચાંદીની આયાત કરી શકે છે. ગોખલેએ જણાવ્યું હતું કે, UAE અને ભારત વચ્ચેના કરાર હેઠળ, ઓછી ડ્યુટી (માત્ર 8 ટકા) પર ચાંદીની આયાત કરી શકાય છે, જો તે 'રૂલ્સ ઓફ ઓરિજિન' તરીકે ઓળખાતી જરૂરિયાતોને પૂર્ણ કરે. સાંસદે તેમની પોસ્ટમાં નીચેની કેટલીક ચિંતાઓ પણ વ્યક્ત કરી છે.
બેંકો અને અન્ય સંસ્થાઓ કે જેમણે સંયુક્ત આરબ અમીરાત (UAE)માંથી ભારતના અન્ય બંદરો દ્વારા ચાંદીની આયાત કરી છે તેમને 8 ટકાના દરે આયાત કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. મૂળભૂત જરૂરિયાતોના નિયમોને પૂર્ણ કરવામાં કસ્ટમ્સ વિભાગની નિષ્ફળતાને ઉલ્લેખીને આવું કરવામાં આવ્યું છે.
જો કે, યુનાઈટેડ આરબ અમીરાત (UAE)થી ગિફ્ટ સિટી દ્વારા ગુજરાતમાં તમામ ચાંદીની આયાતને કોઈપણ મુશ્કેલી વિના 8 ટકા ડ્યુટી પર આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે.
તેમણે કહ્યું કે, આનું પરિણામ એ છે કે, છેલ્લા 8 મહિનામાં UAEથી માત્ર ગુજરાત થઈને ભારતમાં ચાંદીની આયાત થઈ રહી છે.
ગુજરાતમાં ગિફ્ટ સિટી માત્ર ખાનગી ખેલાડીઓને જ કેવી રીતે ચાંદીની આયાત કરવાની મંજૂરી આપે છે, જેમને RBI અને DGFT દ્વારા નામાંકિત કરવામાં આવ્યા નથી?
યુનાઈટેડ આરબ અમીરાત (UAE)થી દેશના અન્ય બંદરો દ્વારા ચાંદીની આયાત પર 8 ટકા કન્સેશનલ ડ્યુટી શા માટે માન્ય કરવામાં નથી આવતી? આ છૂટ માત્ર ગુજરાત વાયા આયાત પર જ શા માટે?
Very important
— Saket Gokhale MP (@SaketGokhale) July 9, 2024
Is there a HUGE "silver scam" being carried out through the GIFT city in Gujarat?
Serious concerns have been raised about a very strange trend which has been happening since the last 8 months.
Here are the details:
- ALL of India's silver exports from UAE are… pic.twitter.com/L89ffYKYuh
ગુજરાતમાં ગિફ્ટ સિટીને 8 મહિનાથી યુનાઈટેડ આરબ અમીરાત (UAE)માંથી ચાંદીની આયાત પર એકાધિકારની મંજૂરી કયા આધારે આપવામાં આવી છે?
ટ્રેડ રિસર્ચ ફર્મ GTRIએ આ મામલે તપાસની માંગ કરી છે. ગુજરાતના ગિફ્ટ સિટીને ચાંદીના વેપાર માટે આપવામાં આવતી 'સ્પેશિયલ ટ્રીટમેન્ટ' માત્ર ચાંદી પર જ નહીં પરંતુ અન્ય કિંમતી ધાતુઓ પર પણ નકારાત્મક અસર કરશે તેવું પણ તેમના તરફથી કહેવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp