જો તમે UPIનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા કામના છે, આટલું કરજો, નહીં તો..

PC: indiatoday.in

જો તમે પેમેન્ટની લેવડ-દેવડ માટે UPIનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારે ખાસ જાણવા જેવા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ ગાઇડલાઇન બહાર પાડી છે. જો તમે આ ગાઇડલાઇન પ્રમાણે કામ પુરુ ન કરશો તો Google Pay, Paytm, Phonpe જેવી Appથી પેમેન્ટ નહીં કરી શકશો.

Unified Payments Interface (UPI)એ પૈસાની લેવડદેવડની સીસ્ટમમાં મોટી ક્રાંતિ કરી છે.નાની રકમથી માંડીને મોટી રકમ સુધીના ટ્રાન્ઝેકશન હવે UPI દ્વારા કરવામાં આવી રહ્યા છે. રિક્ષા, ચાની કીટલી વાળા, શાકભાજી વાળા,કરિયાણીની દુકાનો અને મેટ્રો મુસાફરી માટે પણ લોકો મોટાભાગે UPI દ્વારા ચૂકવણી કરે છે. જો કે હવે સરકારે આ અંગે એક ખાસ સંદેશ શેર કર્યો છે. જો તમે પણ UPI નો ઉપયોગ કરો છો, તો તમારે આ જાણવું જોઈએ, નહીં તો તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ 7 નવેમ્બર 2023 ના રોજ ગાઇડલાઇન બહાર પાડી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ ગ્રાહકે છેલ્લા એક વર્ષથી Google Pay, Paytm અથવા Phonpe જેવી કોઈપણ થર્ડ પાર્ટી App દ્વારા કોઈ નાણાકીય અથવા બિન-નાણાકીય વ્યવહારો કર્યા નથી, તો તેનું UPI ID બંધ કરી દેવામાં આવશે.

NPCIએ બધી બેંકોને આવા ગ્રાહકોની શોધ કરવાની સૂચના આપી છે. ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે જો કોઇ UPI ID 31 ડિસેમ્બર 2023 સુધીમાં એક્ટિવ નહીં થાય તો એવી IDને 1 જાન્યુઆરી 2024થી બંધ કરી દેવામાં આવશે. એનો મતલબ એ થાય કે જો તમે 31 ડિસેમ્બર સુધીમાં કોઇ પણ ટ્રાન્ઝેકશન નહીં કરશો તો 1 જાન્યુઆરી પછી તમે UPI ટ્રાન્ઝેકશન કરી શકશો નહીં.એટલે જો તમારે UPIનો ઉપયોગ ચાલું રાખવા હોય તો હજુ તમારી પાસે સમય છે. 31 ડિસેમ્બર સુધીમાં UPI IDને એક્ટિવ કરી દેજો.

NPCIના નવા નિયમ મુજબ, બધી થર્ડ પાર્ટી App પ્રોવાઇડર અને બેંકો આવા ગ્રાહકોની UPI ID અને તેની સાથે જોડાયેલો મોબાઇલ નંબર વેરિફાય કરશે.જો એક વર્ષમાં આ ID પરથી એક પણ UPI ટ્રાન્ઝેકશન નહીં થયું હશે તો તેને બંધ કરી દેવામાં આવશે.

NPCIના આ પગલાંને કારણે UPI ટ્રાન્ઝેકશન હવે પહેલા કરતા વધારે સલામત થઇ જશે અને ખોટા ટ્રાન્ઝેકશન થતા અટકશે.

ઘણી વખત એવં જોવા મળે છે લોકો પોતાના નંબર બદલની નાંથી અને UPI IDને ડિએક્ટિવેટ કરવાનું ભૂલી જાય છે. એવા સંજોગામાં ખોટી લેવડ-દેવડનું જોખમ વધી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp