શેરબજારનો ઇન્ડેક્સ 1 વર્ષમાં 86000 પર જશે,આ 10 શેરો પર ફોકસ કરો: મોર્ગન સ્ટેનલી
દુનિયાના જાણીતા બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીએ રોકાણકારોના ચહેરા પર ખુશી છલકી ઉઠી તેવા સમાચાર આપ્યા છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મનું માનવું છે કે એક વર્ષમાં BSE સેન્સેક્સ 86,000ના લેવલ સુધી પહોંચી શકે છે.
બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE)નો સેન્સેક્સ અત્યારે 66 હજાર પોઈન્ટની નીચે ટ્રેડ કરી રહ્યો છે, પરંતુ મોર્ગન સ્ટેન્લી માને છે કે સેન્સેક્સ આખા વર્ષ દરમિયાન 86 હજાર પોઈન્ટ સુધી પહોંચી શકે છે.
વૈશ્વિક બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ સ્થાનિક બજાર માટે તેનો ટાર્ગેટ જાહેર કર્યો છે. મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે ડિસેમ્બર 2024 સુધીમાં BSE સેન્સેક્સ 74 હજાર પોઈન્ટના સ્તરને સ્પર્શી શકે છે. અત્યારે, BSE સેન્સેક્સ શુક્રવારે 17 નવેમ્બરે લગભગ 200 પોઈન્ટ ઘટીને 65,795 પોઈન્ટ પર બંધ થયો હતો.
મોર્ગન સ્ટેનલીના માનવા મુજબ, જો આગામી વર્ષની ચૂંટણીમાં મોદી સરકાર ફરીથી જીતી જાય અને અમેરિકામાં મંદી ન આવે તો BSE સેન્સેક્સને નવી ઊંચાઈને સ્પર્શતા કોઈ રોકી શકશે નહીં.
બીજી તરફ જો ચૂંટણી પછી સરકાર બદલાય છે, ક્રૂડ ઓઇલ 110 ડોલર સુધી પહોંચે છે, RBI કડકાઇ છોડી દે છે અને અમેરિકન મંદીના કારણે વૈશ્વિક વિકાસ ધીમો પડી જાય છે, તો આવી સ્થિતિમાં સેન્સેક્સ 51 હજાર પોઇન્ટ સુધી ઉંધી ગૂંલાટ પણ મારી શકે છે.
મોર્ગન સ્ટેન્લીનું માનવું છે કે જો ક્રૂડ ઓઈલ 70 ડૉલરની નીચે આવે તો સ્થિતિ થોડી વધુ અનુકૂળ છે, તો BSE સેન્સેક્સ 86 હજાર પોઈન્ટ સુધીના સ્તરને સ્પર્શી શકે છે.
મોર્ગન સ્ટેનલીના 2024 આઉટલુક રિપોર્ટ અનુસાર, સામાન્ય સંજોગોમાં ભારત અન્ય ઉભરતા બજારો કરતાં આર્થિક રીતે વધુ સારું પ્રદર્શન કરવા જઈ રહ્યું છે અને કંપનીઓના નાણાકીય પરિણામો પણ વધુ સારા આવવાના છે.
વૈશ્વિક બ્રોકરેજ ફર્મે ફોકસ લિસ્ટમાં શેરની પસંદગી કરી છે તેમજ BSE સેન્સેક્સ માટે તેનો ટાર્ગેટ દર્શાવ્યો છે. ફોકસ લિસ્ટમાં ટાઇટન અને SBI કાર્ડને બદલે એવન્યુ સુપરમાર્ટ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પસંદ કરવામાં આવ્યા છે.
આ યાદીમાં મોર્ગન સ્ટેનલીના મનપસંદ શેરોમાં નાયકા, મારુતિ સુઝુકી, ICICI બેંક, SBI લાઈફ ઈન્સ્યોરન્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, L&T, ઈન્ફોસિસ અને અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થાય છે.
બ્રોકરેજ ફર્મે તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું કે ગ્રાહક વિવેકાધીન, ઔદ્યોગિક, નાણાકીય અને ટેકનોલોજીને લઇને ઓવરવેઇટ છે, જ્યારે બાકીના ગ્રુપો અંડરવેઇટ છે.
નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp