સ્ટોક માર્કેટથી Rtd. એન્જિનિયરે કરી નાખી 1.40 Crની કમાણી, લગાવ્યા હતા માત્ર 1000
કોઇ શેરના મલ્ટિબેગ રિટર્ન આપવાની ઘણી સ્ટોરી તો તમે સાંભળી કે વાંચી હશે કે જો એ સમયે થોડા પૈસા લગાવ્યા હોત તો આજે લાખોના માલિક કે કરોડપતિ હોત? પરંતુ એવું ઘણું ઓછું સાંભળ્યું હશે કે કોઈએ એક કંપનીના શેરોમાં માત્ર 1000 રૂપિયાનું રોકાણ કરીને આજે કરોડો રૂપિયા કમાઈ લીધા હોય. એક રિટાયર્ડ એન્જિનિયરે કંઈક એવી જ કમાલ કરી નાખી છે. એક રિટાયર્ડ એન્જિનિયરે માત્ર 1000 રૂપિયાનું રોકાણ કરીને આજે લગભગ 1.40 કરોડ રૂપિયા બનાવી નાખ્યા.
લુધિયાણાના કુલદીપ સિંહ (ઉંમર 65 વર્ષ)એ ઇક્વિટી માર્કેટમાં પોતાની લાંબી અવધિની જર્ની શેર કરી છે. તેણે જણાવ્યું કે, કેવી રીતે તેણે કરોડો રૂપિયા એક લાંબા સમયમાં બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કુલદીપ સિંહે વર્ષ 1986માં જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યૂટિકલ્સના IPO દરમિયાન તેમાં 1,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું. સ્ટોક સ્પ્લિટ અને બોનસ ઇશ્યૂ બાદ 7 જૂન 2024 સુધી તેના રોકાણની કિંમત 1.36 કરોડ રૂપિયા હતી.
બિઝનેસ ટૂડે ટી.વી. સાથે વાતચીત કરતા કુલદીપ સિંહે જણાવ્યું કે, વર્ષ 1986માં 10 રૂપિયાના ફેસ વેલ્યૂ પર 100 શેર મળ્યા હતા. વર્તમાનમાં તેમની પાસે જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યૂટિકલના 7,580 શેર છે અને 7 જૂન 2024ના રોજ આ શેરની કિંમત 1800 રૂપિયા પર બંધ થઈ. કુલદીપ સિંહ વર્ષ 2017માં પંજાબ સ્ટેટ કોર્પોરેશન લિમિટેડથી ડેપ્યુટી ચીફ એન્જિનિયર પદ પરથી રિટાયર્ડ થયા હતા.
તેમના પોર્ટફોલિયોની વેલ્યૂ 4 કરોડ રૂપિયા છે, જેમાં કેટલાક અન્ય પણ શેર સામેલ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો કુલદીપ સિંહે એક લાંબા સમય એટલે કે લગભગ 38 વર્ષોમાં શેર બજારમાં મોટા પૈસા બનાવ્યા છે. તેની શેર માર્કેટ સાથે જોડાયેલી કહાની રોકાણકારો માટે એક બોધ સમાન કામ કરે છે. એ દેખાડે છે કે ધૈર્યપૂર્વક રોકાણ કરવાથી માર્કેટમાં ઉતાર-ચઢાવ આવવા છતા સમય સાથે શાનદાર રિટર્ન મળી શકે છે. એક્સપર્ટ્સ પણ રોકાણકારોને લોંગ ટર્મ સુધી રોકાણ કરવાની સલાહ આપે છે.
કોર્પોરેટ ડેટાબેઝ Ace Equity પાસે ઉપલબ્ધ આંકડાઓથી ખબર પડે છે કે, જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યૂટિકલ્સે 2 દશકોમાં પોતાના ટોપલાઈન અને બોટમલાઇનમાં ભારે વધારો હાંસલ કર્યો છે. નાણાકીય વર્ષ 2002માં 276 કરોડ રૂપિયાની તુલનામાં નાણાકીય વર્ષ 24ના પૂર્ણ વેચાણ વધીને 3,484 કરોડ રૂપિયા થઈ ગયું. બીજી તરફ આ અવધિ દરમિયાન નેટ પ્રોફિટ 42.05 કરોડ રૂપિયાથી 10 ગણ વધીને 552.63 કરોડ રૂપિયા થઈ ગયું. તેણે નાણાકીય વર્ષ 2000થી 8030 ટકાનું વધારો કર્યો છે. એક્સપર્ટ્સને તેમાં વધુ ગ્રોથ દેખાઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp