અશનીરે ચાલાકીથી Paytm અને PhonePeને આપી મ્હાત, કંઈ રીતે મેળવી સફળતા

PC: nextbigbrand.in

કંઈ રીતે થઈ BharatPe કંપનીની શરૂઆત?

BharatPe કંપનીના બનવાનો કિસ્સો ખૂબ જ રસપ્રદ છે. 2017માં પીસી જ્વેલર્સ લિમિટેડ કંપનીમાં બિઝનેસ હેડના રૂપમાં કામ કરનારા અશનીરની મુલાકાત શાશ્વત નાકરાની અને ભાવિક કોલાડિયા સાથે થઈ. આ મુલાકાતમાં શાશ્વતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને લઈને એક એપ બનાવવાનો આઈડિયા અશનીર સાથે શેર કર્યો. અમેરિકન એક્સપ્રેસ, ગ્રોફર્સ સહિત ઘણી કંપનીઓમાં ટોપ પોસ્ટ પર કામ કરી ચુકેલા અશનીરને આ આઈડિયા પસંદ આવ્યો. શાશ્વતને ટેક્નિકલ મામલાઓની જાણકારી હતી, જ્યારે અશનીરે કંપનીને રજિસ્ટર કરાવવાથી લઈને તેના માર્કેટિંગ અને બિઝનેસની જવાબદારી સંભાળી. આખરે, ત્રણેય મિત્રોએ મળીને 2018માં આ કંપની શરૂ કરવાનો નિર્ણય લીધો.

ફિનટેક (FinTech) ફાયનાન્સિયલ ટેક્નોલોજીનું શોર્ટ નામ છે. પૈસાની ઓનલાઈન લેવડ-દેવડમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્વારા પૈસાની લેવડ-દેવડ, ડિજિટલ લેણું, બેંકના કામ, ક્રિપ્ટોકરન્સી વગેરે સાથે સંકળાયેલા કામોને ઓનલાઈન કોઈ એપ દ્વારા કરવામાં આવે છે. ભારમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા વધવા અને ઓનલાઈન પેમેન્ટને વધારવાથી Google Pe, Paytm અને BharatPe જેવી કંપનીઓનું બજાર સતત વધી રહ્યું છે.

ફિનટેક કંપનીઓની કમાણી મુખ્યરીતે ત્રણ પ્રકારે થાય છેઃ

  • કેટલીક કંપનીઓ એપ યુઝ કરવા અને ટ્રાન્ઝેક્શન પર પૈસા ચાર્જ કરે છે.
  • કંપની ઈ-વોલેટ અને સબ્સ્ક્રિપ્શન દ્વારા.
  • ફિનટેક કંપનીઓ જાહેરાત દ્વારા પણ પૈસાની કમાણી કરે છે.

જૂન 2018માં શરૂ થવાના થોડાં દિવસો બાદ જ BharatPe એપનો એક હજાર કરતા વધુ લોકો ઉપયોગ કરવા માંડ્યા. પછી જોતજોતામાં એપનો ઉપયોગ કરનારાઓની સંખ્યા લાખોમાં થઈ ગઈ છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી BharatPeને ડાઉનલોડ કરનારાઓની સંખ્યા એક કરોડ કરતા વધુ થઈ ગઈ છે. એટલું જ નહીં, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા અને લોન આપનારી આ કંપનીનું ફેબ્રુઆરી 2022માં વેલ્યૂએશન 21 હજાર કરોડ રૂપિયા કરતા વધુ છે. કોરોનાકાળ દરમિયાન BharatPe એપના યુઝર્સ અને કંપનીની કમાણીમાં ઝડપથી વૃદ્ધિ આવી. ભારતમાં Paytm અને PhonePe જેવી કંપનીઓની વચ્ચે BharatPe કંપનીના સફળ થવાનું કારણ એ છે કે, કંપનીએ આ કંપનીઓથી હટકર પોતાની બિઝનેસ સ્ટ્રેટજી બનાવી છે.

હાલ દરરોજ 50 લાખ કરતા વધુનું ટ્રાન્ઝેક્શન આ એપ દ્વારા થઈ રહ્યું છે. એટલું જ નહીં, દુકાનદારોને બિઝનેસના આધાર પર લોન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ડિસેમ્બર 2021 સુધી કંપનીએ 3 હજાર કરોડ રૂપિયા કરતા વધુ દુકાનદારો અને બિઝનેસમેનોને લોન આપી છે.

BharatPeના મેનેજિંગ ડિરેક્ટર અશનીર કયા કારણોથી આવ્યા વિવાદમાં?

BharatPeને શરૂ કરનારા કો-ફાઉન્ડર અશનીર ગ્રોવર છેલ્લાં બે મહિનાથી વિવાદોમાં છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે આ વર્ષની શરૂઆતમાં અશનીરનો એક ઓડિયો વાયરલ થયો હતો. તેમા તેઓ કોટક મહિન્દ્રા બેંકના એક કર્મચારી સાથે અપમાનજનક ભાષાનો પ્રયોગ કરતા સંભળાયા હતા. આ ઉપરાંત, કંપનીના નિયમો વિરુદ્ધ બિહેવિયર હોવાનો પણ તેમના પર આરોપ લાગ્યો હતો.

અશનીર અને તેમની પત્ની વિરુદ્ધ ફરિયાદ મળવા પર કંપનીએ તપાસ બેસાડવાનો નિર્ણય કર્યો. આ તપાસમાં તેમની પત્ની માધુરી જૈન ગ્રોવરને પૈસાની હેરફેરમાં સામેલ સામેલ હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ તેમને કંપનીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.

પછી પોતાની જ કંપનીના નિર્ણયો વિરુદ્ધ ગ્રોવરે સિંગાપુર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર (SIC)માં અપીલ કરી હતી. અહીં પણ તેમણે હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ અશનીરે BharatPe કંપની છોડવી પડી છે.

BharatPe કંપનીના અગાઉના ફંડ અનુસાર, તેમની હિસ્સેદારી 9.5% એટલે કે, 1800-1900 કરોડ રૂપિયા હતી. હવે ગ્રોવરે કહ્યું છે કે, તેઓ BharatPeમાં પોતાના સમગ્ર શેરને વેચવાનો પ્લાન કરી રહ્યા છે. રાજીનામુ આપતા અશનીર ગ્રોવરે રાજીનામામાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે હાલ પણ તેઓ કંપનીના સૌથી મોટા શેરધારકોમાંથી એક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp