એક સમયે પટાવાળાની નોકરી કરતા હતા ફેવિકોલ મેન, આજે 2213 કરોડની છે કંપનીની આવક

PC: google.com

ફેવિકોલની મજબૂત જોડ છે તૂટશે નહીં.. હકીકતમાં ફેવિકોલે પોતાની આ પ્રચલિત ટેગલાઇનના અનુરૂપ જ પોતાને કંઇક એવી રીતે જોડી છે કે દેશના દરેક ઘરમાં તેનો ઉપયોગ થવા લાગ્યો છે. પછી તે બુક્સના કવર ચોંટાડવા હોય કે બૂટના સોલ ચોંટાડવા હોય, તૂટેલી વસ્તુને જોડવાની હોય, ફર્નિચર હોય કે પછી ઘરની દીવાલો પર રંગકામ. ફેવિકોલ બ્રાન્ડની પેરેન્ટ કંપની પિડિલાઇટને ફેમસ બનાવવામાં ફેવિકોલનો મોટો હાથ છે અને ફેવિકોલને લોકપ્રિય બનાવવામાં તેના રસપ્રદ અને ક્રિએટિવ જાહેરાતોની.

ફેવિકોલ બ્રાન્ડે માર્કેટિંગ અને અને સ્ટેડ એડહેસિવ’ના કોન્સેપ્ટને એક નવી પરિભાષા આપી. એક સમય એવો આવ્યો જ્યારે ગ્લૂનું બીજું નામ ફેવિકોલ થઈ ગયું. એડહેસિવ કે ગુંદર. દુનિયાભરમાં જે શખ્સને ભારતના ફેવિકોલ મેનના નામથી ઓળખવામાં આવ્યા તેઓ છે બળવંતરાય કલ્યાણજી પારેખ. વર્ષ 1925મા જન્મેલા ફેલિકોલ બનાવનારી કંપની પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર હતા. ભાવનગર જિલ્લામાં મહુવા વિસ્તારમાં જન્મેલા બળવંતરાયે વકાલતમાં ડિગ્રી કરી હતી પરંતુ ક્યારેય પ્રેક્ટિસ ન કરી.

વધારાનું તેઓ મુંબઇમાં એક ડાઇંગ અને પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરવા લાગ્યા. ત્યારબાદ તેઓ લાકડાના વેપારીના કાર્યાલયમાં પટાવાળા પણ બન્યા. ત્યાં તેઓ વેરહાઉસમાં પોતાની પત્ની સાથે રહેતા હતા પરંતુ બળવંતરાયે પોતાનો બિઝનેસ કરવાનો હતો તો તેમણે મોહન નામના એક રોકાણકારની મદદથી સાઇકલ, એરેકા નટ, પેપર ડાઈઝને પશ્ચિમી દેશોમાંથી ભારતમાં ઇમ્પોર્ટ કરવાનો બિઝનેસ શરૂ કર્યો. તેમણે જર્મનીની કંપની Hoechstને ભારતમાં રિપ્રેઝેન્ટ કરનારા ફેડકો સાથે 50 ટકાની એક પાર્ટનરશિપ કરી હતી. વર્ષ 1954માં Hoechstના MDના નિયંત્રણ પર બળવંત એક મહિના માટે જર્મની ગયા.

Hoechstના MDના મોત બાદ બળવંતે પોતાના ભાઈ સુશીલ સાથે મળીને મુંબઈના જેકબ સર્કલમાં ડાઈ, ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ, પિગમેન્ટ એમલ્શન્સ યુનિટનું મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગની શરૂઆત કરી. કંપનીનું નામ Parekh Dyechem Industries રાખવામાં આવ્યું. ત્યારબાદ પારેખે ફેકડોમાં વધુ ભાગીદારીની ખરીદીની શરૂઆત કરી દીધી અને એક ગ્લૂ બનાવ્યો જેનું નામ ફેવિકોલ. આ નામ જર્મન શબ્દ કોલથી પ્રેરિત હતો જેનો અર્થ છે કે એવી વસ્તુ જે બે વસ્તુને જોડે છે. જર્મનીની કંપની પણ એવી જ એક પ્રોડક્ટ મોવિકોલ બનાવતી હતી. ફેવિકોલને વર્ષ 1959મા લોન્ચ કર્યું.

બળવંતની કંપનીની વાતમાં તેમના વધુ એક ભાઈ નરેન્દ્ર પારેખ પણ જોડાયા. વર્ષ 1959મા જ કંપનીનું નામ બદલીને પિડિલાઇટ્સ ઇન્ડસ્ટ્રી થઈ ગયું. શરૂઆતમાં પિડિલાઇટ્સ એક ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ કંપની હતી કેમ કે એ સમયે ગુંદર બ્રાન્ડ વિના વેચવામાં આવતા હતા. કંપનીના કન્ઝ્યુમર ફેસિંગ પરસોના વર્ષ 1970ના દશકમાં વિકસિત થવાની શરૂઆત થઈ. આ એ સમય હતો જ્યારે પિડિલાઇટ્સે ફેવિકોલ બ્રાન્ડ હેઠળ એડહેસિવ્સ જાહેરાતની દિશામાં ટેંટેટિવ પગલું ઉઠાવ્યું. થવાની શરૂઆત થઈ..Ogilvy and Mather (O&M) એડવર્ટાઈઝિંગ એજન્સીના માર્ગદર્શનમાં ફેવિકોલનું હાથીવાળું સિમ્બોલ ક્રિએટ કરવામાં આવ્યું.

પિડિલાઇટના જિન કેમ્પેન્સને આજે પણ યાદ કરવામાં આવે છે. તેઓ 1980ના દશકના અંતમાં અસ્તિત્ત્વમાં આવ્યા. O&Mમાં પિયુષ પાંડે, કંપનીને તેની ઓળખ બનાવવામાં મદદ કરવાનું માધ્યમ બન્યા. ફેવિકોલને કારપેન્ટર્સ એટલે સુથાર માટે એક ઇઝી ટૂ યુઝ ગ્લૂ તરીકે કોલેજન અને પશુઓ વચ્ચે ચરબી બેઝ્ડ ગુંદરને રિપ્લેસ કરવામાં માટે લોન્ચ કરવામાં આવ્યું હતું. કોલેજન અને ફેટ બેઝ્ડ ગુંદર માનવામાં આવે છે. આ અપ્લાઈ કરવા પહેલા પિગળાવવાની જરૂરિયાત હોય છે. ફેવિકોલને પોપ્યુલર બનાવવા માટે પારેખ બ્રધર્સે રિટેલ સ્ટોર્સને ન વેચીને સીધા કારપેન્ટર્સને આપવાની શરૂઆત કરી.

તે એ સમયે એકદમ નવું પગલું હતું. ફેવિકોલની માર્કેટિંગ 54 દેશમાં થાય છે અને તેનો ઉપયોગ કારપેન્ટર, એન્જિનિયર, શિલ્પકાર, ઈંડસ્ટ્રીથી લઈને સામાન્ય લોકો પણ કરે છે. ફેવિકોલ ભારતમાં સૌથી વધારે વેચાતો ગુંદર છે. જ્યારે ફેવિકોલ અતિત્વમાં આવ્યું તો પિડિલાઇટ્સ માત્ર એક ફેક્ટ્રી સાથે એક પ્રોડક્ટ બનાવતી હતી જે ફેવિકોલ હતું. ત્યારબાદ વર્ષ 1963મા કંપનીએ મુંબઇમાં કોંડિવિટા ગામમાં પહેલું આધુનિક મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના કરી. આજે આ જ ઇમારતમાં કંપનીની કોર્પોરેટ હેડ ઓફિસ છે. વર્ષ 1990મા પિડિલાઇટ્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ ઇનકોર્પોરેટ થઈ. પિડિલાઇટ વર્ષ 1993મા શેર બજાર પર લિસ્ટ થઈ.

તેણે ઝડપથી ગ્રોથ કર્યો અને વિદેશોમાં પણ પોતાનો પગપેસારો કર્યો. વર્ષ 1997મા કંપનીને FE બ્રાન્ડવેગન યર બુક 1997 દ્વારા ટોપ 15 ઇન્ડિયન બ્રાન્ડમાં જગ્યા આપવામાં આવી. વર્ષ 2000મા કંપનીએ એમસીલ ખરીદી અને નવી ડિઝાઇન સેટઅપ થઈ. વર્ષ 2001મા ડૉ. ફિક્સાઇટ ધ વોટરપ્રૂફિંગ એક્સપર્ટ લોન્ચ થયું. ફેવિકોલને વર્ષ 2002મા કાંસ લાઇન્સ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ઓફ ક્રિએટિવિટીમાં સિલ્વર લોઇન એવોર્ડ મળ્યો. તેની બસ એડ ખૂબ પોપ્યુલર થઈ હતી. વર્ષ 2004મા પિડિલાઇટ 1000 કરોડ રૂપિયાના ટર્નઓવર પર પહોંચી અને આ જ વર્ષે ફેવિકોલ મરીન લોન્ચ થયું. પિડિલાઇની વર્ષ 2013 સુધી 14 સબ્સિડિયરી હતી.

આ ક્ષેત્રોમાં ફેવિકોલ મેને આપ્યું યોગદાન:

મહુવામાં એક આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજને શરૂઆત કરવામાં યોગદાન આપ્યું.

ભાવનગર સાયન્સ સિટી પ્રોજેક્ટ માટે 2 કરોડ રૂપિયા દાન આપ્યા.

ગુજરાતી સાહિત્ય પરિષદને પણ દાન આપ્યું.

વર્ષ 2009મા વડોદરામાં બળવંત પારેખ સેન્ટર ફોર સિમેંટિક્સ એન્ડ અદર હ્યુમન સાયન્સીસની સ્થાપના કરી.

બળવંત રાય રિયાલન્સ ઇન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણીના ઘનિષ્ઠ મિત્ર પણ હતા. બળવંત રાયને વર્ષ 2011મા જે ટેલબોટ વિન્શેલ એવોર્ડ મળ્યો. ફોર્બ્સે વર્ષ 2012મા તેને પોતાની રીચ લિસ્ટમાં 45મુ સ્થાન આપ્યું. તે વિનાયલ કેમિકલ્સના ચેરમેન પણ રહ્યા. બળવંત રાયની 25 જાન્યુઆરી 2013ના રોજ મૃત્યુ થયું પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ અમેરિકા, બ્રાઝિલ, થાઈલેન્ડ, ઈજિપ્ત, બાંગ્લાદેશ, દુબઈ વગેરેમાં વેચાણ કરે છે.

આ સમયે પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝનું ટર્નઓવર 19.39 કરોડ રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 1,12,373.04 કરોડ રૂપિયા છે. BSE પર પિડિલાઇટના શેરની કિંમત 2211.40 રૂપિયા છે. નાણાકીય વર્ષ 2020-21મા પિડિલાઇટનું રેવન્યૂ 6,216.33 કરોડ રૂપિયા રહી છે. પિડિલાઇટના પ્રોડક્ટ્સમાં ફેવિકોલ સિવાય ફેવિક્વિક, ડૉ. ફિક્સાઇટ, એમસીલ મરીન, ફેવિકોલ SH, ફેવિકોલ સ્પીડ એક્સ, ફેવિકલ સ્પ્રે, ફેવિકોલ ફ્લોરિક્સ, ફેવિકોલ ફોમિક્સ વગેરે સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp