પતંજલિએ માફી માગી, કોર્ટને કહ્યું- આવી જાહેરાતો નહીં બતાવીએ

PC: twitter.com

ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ પતંજલિએ માફી માગી લીધી છે. પતંજલિ આયુર્વેદે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને કોઈ પણ શરત વગર માફી માગી લીધી છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર બાલકૃષ્ણએ કહ્યું હતું કે, તેઓ હવેથી આવી ભૂલ બીજી વાર નહીં કરે. સુપ્રીમ કોર્ટે રામદેવની સાથે બાલકૃષ્ણને પણ 2 એપ્રિલના રોજ વ્યક્તિગત રીતે રજૂ થવા માટે જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, કોર્ટના આદેશ બાદ પણ દવાની ભ્રામક જાહેરાત પતંજલિએ બતાવવાનું ચાલુ રાખ્યું હતું. ત્યાર બાદ આજે પતંજલિએ માફી માગતા કહ્યું હતું કે, હવે તેઓ આવી જાહેરાત નહીં દર્શાવે

બાબા રામદેવ પર સુપ્રીમ કોર્ટ કેમ લાલચોળ થઇ ગઇ?

મંગળવારે સુપ્રીમ કોર્ટે પતંજલિના બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને બે સપ્તાહની અંદર કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે.

આ પહેલા 27 ફેબ્રુઆરીએ કોર્ટે પતંજલિ આર્યુવેદની જાહેરાતો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ જાહેરાતોમાં બ્લડ પ્રેસર, ડાયાબિટીસ, સંધિવા, અસ્થમા અને સ્થૂળતા જેવા રોગોને લગતી હતી. જાહેરાત એવા પ્રકારની હતી કે લોકો આધુનિક દવા લેવાનું બંધ કરે અને પતંજલિની આર્યુવેદિક દવા અપનાવે.

પતંજલિની જાહેરાતો ભ્રામક છે એવા આરોપ સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને સુપ્રીમ કોર્ટમાં ઓગસ્ટ 2022માં ફરિયાદ દાખલ કરેલી છે. 27 ફેબ્પુઆરીએ જજ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાની બેંચે પતંજલિને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ જવાબ માંગ્યો હતો, કારણકે, કોર્ટના પ્રતિબંધ છતા પતંજલિને એ જાહેરાતો ચાલુ રહી હતી.

તાજેતરની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ બંનેને હાજર રહેવા આદેશ આપ્યો છે અને કહ્યું છે કે, હાજર નહીં રહેશો તો પરિણામ ભોગવવા પડશે. સાથે કોર્ટે કહ્યું કે, કોર્ટની અવગણના કરવા પર તમારી સામે તિરસ્કારની ફરિયાદ કેમ ન દાખલ કરવી જોઇએ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp