બાબા રામદેવ અને પતંજલિની શું ભૂલ થઈ, કે માફી પણ સ્વીકારી રહી નથી સુપ્રીમ કોર્ટ?

PC: indiatoday.in

યોગગુરુ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના MD બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટ તરફથી એ સમયે મોટો ઝટકો લાગ્યો, જ્યારે કોર્ટે શરત વિના માફી માગનાર સોગંધનામાને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. આ કેસની આગામી સુનાવણી 16 એપ્રિલે થશે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર નિષ્ક્રિયતા માટે રાજ્ય લાઇસન્સિંગ ઓથોરિટીને પણ આ અનુસંધાને ફટકાર લગાવી અને કહ્યું કે, તે તેને હલકામાં નહીં લે. તો કાયદાનું ઉલ્લંઘન કરવા માટે પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવા માટે ઉત્તરાખંડ સરકારની પણ નિંદા કરી.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ ઓગસ્ટ 2022માં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. પતંજલિએ એક જાહેરાત આપી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, એલોપેથી, ફાર્મા અને મેડિકલ ઉદ્યોગ દ્વારા ગેરસમજથી પોતાને અને દેશને બચાવે. બાબા રામદેવે એલોપેથિને 'બેવકૂફ' અને દેવાળું જાહેરાત કહી હતી. તેમણે દાવો કર્યો હતો કે એલોપેથિક દવા કોરોનાથી થતા મોતો માટે જવાબદાર છે. IMAએ દાવો કર્યો કે, પતંજલિના કારણે પણ લોકો વેક્સીન લગાવતા ખચકાઈ રહ્યા હતા.

આ કેસમાં પહેલી સુનાવણી 21 નવેમ્બર 2023ના રોજ થઈ હતી. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ અમાનુલ્લાહે મૌખિક રૂપે પતંજલિને એવો દાવો કરવાની ચેતવણી આપી કે તેમની પ્રોડક્ટ બીમારીઓને પૂરી રીતે સારી કરી શકે છે. એ સિવાય દરેક પ્રોડક્ટ પર 1 કરોડ રૂપિયાનો દંડ લગાવવાની ધમકી આપી હતી. પતંજલિનું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ એડવોકેટ સાજન પૂવૈયાએ કોર્ટને કહ્યું હતું કે કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન નહીં કરવામાં આવે. 15 જાન્યુઆરી 2024ના રોજ સુપ્રીમ કોર્ટને ખોટી અને ભ્રામક જાહેરાતોના સતત પ્રકાશનના સંબંધમાં ભારતાના મુખ્ય ન્યાયાધીશ અને ન્યાયાધીશ અમાનુલ્લાહને સંબંધિત એક ગુમનામ ચિઠ્ઠી મળી.

તેના પર ધ્યાન આપતા 27 ફેબ્રુઆરીએ જસ્ટિસ હેમા કોહલી અને અમાનુલ્લાહની પીઠે પતંજલિ આયુર્વેદ અને તેના MD આચાર્ય બાલકૃષ્ણને પહેલાના આદેશોનું ઉલ્લંઘન કરવા અને કંપનીની પ્રોડક્ટ્સ સાથે બીમારીઓની સારવાર બાબતે ભ્રામક દાવાઓનો પ્રચાર ચાલુ રાખવા માટે અવમાનનાની નોટિસ જાહેર કરી હતી. સરકાર પાસે આ કેસ પર જવાબ માગવામાં આવ્યો છે. ન્યાયાધીશ અમાનુલ્લાહે કહ્યું કે, આખા દેશમાં ચક્કરમાં નાખી દીધો છે. 2 વર્ષ સુધી તમે ઇંતજાર કરતા રહ્યા, જ્યારે ડ્રગ્સ અધિનિયમ કહે છે કે આ નિષિદ્ધ છે? ત્યારબાદ કોર્ટે પતંજલિ ઔષધીય પ્રોડક્ટને કોઈ પણ અન્ય જાહેરાત કે બ્રાન્ડિંગ પર આગામી આદેશ સુધી પૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp