સુરત: મુંબઇ ખાતે SGCCIનું કળા પ્રદર્શન 11થી 17 જૂન સુધી, 43 કલાકારો જોડાશે

PC: Khabarchhe.com

ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. 11થી 17 જુન સુધી મુંબઇના પ્રતિષ્ઠિત નેહુરુ સેન્ટર આર્ટ ગેલેરી -ડિસ્કવરી ઓફ ઇન્ડિયા બિલ્ડિંગ, વર્લીમાં કળા પ્રેમિઓ માટે એક અદભૂત SGCCI કલા પ્રદર્શનનું આયોજન કરાયું છે.

આ પ્રદર્શનમાં કળાના વિવિધ રૂપોનું પ્રદર્શન કરાશે. જેમાં ઓઇલ પેન્ટિંગ, મૂર્તિઓ, ફોટોગ્રાફી અને પેન્સિલ ડ્રાઇંગ સામેલ હશે. જેમાં કલાકારોને નવા નવા અનુભવો કરવાનો મોકો મળશે.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુંબઇમાં આયોજિત પહેલી SGCCI કળા પ્રદર્શન છે. મુંબઇમાં આયોજિત પ્રદર્શન પહેલા કલાકારોની કલાકૃતિનું એક કલા પૂર્વાવલોકન 9 જૂને સુરતમાં વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી, અઠવાલાઇન્સ ખાતે આયોજન કરાયું છે. પ્રદર્શનમાં ભાગ લેનારા કલાકારોનું કહેવું છે કે તેઓ ખૂબ ઉત્સાહિત છે, તેઓનું માનવું છે કે આ પ્રદર્શન તેમને પોતાની પ્રતિભા સાબિત કરવા માટે સારું રહેશે. આ પ્રદર્શન કલાકારો માટે એક મંચ પ્રદાન કરશે, જેમાં સુરત, અમદાવાદ, વડોદરા, દમણ અને મુંબઇના કુલ 43 કલાકારો ભાગ લેશે. ચેમ્બર ઓફ કોમર્સ બધા કળા પ્રેમિઓને 11થી 17 જૂન 2024 સુધી નેહરુ સેન્ટર આર્ટ ગેલેરી, મુંબઇમાં SGCCI કળા પ્રદર્શનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપે છે.

આ પ્રદર્શનમાં ભાગ લેનારા કલાકારોમાં અલ્પા શાહ, અમી ભંડારા, અમીષા ચોક્સી, અંજલી તલસરા, અંકિતા પટેલ, અવની દેસાઇ, ભાવેશ જોશી, ભાવિની ગોલવાલા, ભાવના જોશી, દર્શન બારૈયા, ધારા કાપડિયા, હર્ષિતા સોમાની, હની અગ્રવાલ, ઇશાની શાહ, ઇશિકા ગુપ્તા, જસલ ખંડવાલા, કે.આર.જે. લક્ષ્મી, કંચન આડવાણી, કેશવી પટેલ, કેતકી જરીવાલા, ખ્યાતિ સિંગાપુરી, કૃષ્ણા જરીવાલા, મંજરી મહેતા, મિક્કી ચોક્સી, મુસ્કાન બંસલ, નમિતા અરોડા, પાયલ મલ્હોત્રા, પરાગ પાઠક, પટેલ ભાવેશ, પ્રાચી જરીવાલા, પ્રેરણા શર્મા, પ્રિયંકા અગ્રવાલ, પ્રિયંકા રામાણી, પૂર્વી વસઇવાલા, રાખી શાહ, સાયમા શેખ, શીતલ ગાંધી, શ્વેતા સનાઢ્ય, સ્નેહા દલાલ, સોની જગદેવ, સુમિત્રા દરગાર, વૈભવ સુતરિયા અને વીનસ સંઘવી ભાગ લેશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp