સ્વિગી-ઝોમેટોને 500-500 કરોડની નોટિસ ફટકારાઇ
ઈન્સ્ટન્ટ ફૂડ ડિલીવરી એપ સ્વિગી-ઝોમેટોની મુસીબતો ખતમ થવાનું નામ લઇ રહી નથી. હાલમાં જ સ્વિગી-ઝોમેટોને 500 કરોડ રૂપિયાની GST નોટિસ મળી હતી. સ્વિગી-ઝોમેટો ગ્રાહકો પાસેથી ડિલીવરી ફીના નામે અમુક પૈસા વસૂલે છે. હવે આ પૈસાને લઇ મોટેભાગે ટેક્સ અધિકારીઓ અને ફૂડ ડિલીવરી એપની વચ્ચે ખેંચતાણ બની રહે છે. આ ડિલીવરી ફીના મામલામાં લગભગ 1000 કરોડ રૂપિયા દાંવ પર છે. જાણો ડિલીવરી ચાર્જ અને ટેક્સ અધિકારીઓ વચ્ચેનો આ આખો કિસ્સો...
ફૂડ એગ્રીગેટર્સ ઝોમેટો અને સ્વિગીનું કહેવું છે કે, ડિલીવરી ચાર્જ બીજુ કશું નહીં બલ્કે ડિલીવરી પાટનર્સ દ્વારા વહન થતો ખર્ચ છે. જેઓ ઘરે ઘરે ફૂડ ડિલીવર કરવા માટે જાય છે. કંપનીઓ ગ્રાહકો પાસેથી બસ એજ ખર્ચ વસૂલ કરે છે અને ડિલીવરી પાટનર્સને આપે છે. પણ સૂત્રો અનુસાર, ટેક્સ અધિકારી આ વાતથી સંમત નથી. આ મામલામાં લગભગ 1000 કરોડ રૂપિયા દાવે લાગ્યા છે.
બંનેને મળી આટલા કરોડની નોટિસ
સૂત્રો અનુસાર, સ્વિગી-ઝોમેટોને GST અધિકારીઓ દ્વારા 500-500 કરોડ રૂપિયાની નોટિસ મળી છે. ટેક્સ અધિકારીઓને લાગે છે કે, સ્વિગી-ઝોમેટો આ ડિલીવરી ફીને ભેગી કરે છે અને પોતાનો રેવેન્યૂ જનરેટ કરે છે.
સૂત્રોનું કહેવું છે કે, બંને પ્રમુખ ફૂડ ડિલીવરી એગ્રીગેટર્સ પાસેથી પ્રત્યેક 500 કરોડ રૂપિયાની ચૂકવણી કરવા કહેવામાં આવ્યું છે. જે ઝોમેટો અને સ્વિગી દ્વારા ડિલીવરી ચાર્જના રૂપમાં ભેગી કરવામાં આવેલી રકમ પર લગાવવામાં આવેલ 18 ટકા ટેક્સ છે. જ્યારથી તેમણે પોતાના ગ્રાહકો પાસેથી ડિલીવરી ફી વસૂલવાનું શરૂ કર્યું છે. આ મામલામાં જ્યારે ઈકોનોમિક ટાઇમ્સે સ્વિગી અને ઝોમેટોને સવાલ કર્યો તો તેમની તરફથી કોઇ જવાબ મળ્યો નહી.
જણાવીએ કે, ઝોમેટો પોતાના ગ્રાહકો પાસેથી ડિલીવરી ફીના નામે 3 રૂપિયા પ્રતિ ઓર્ડર લે છે. પહેલા ઝોમેટો ગોલ્ડ યૂઝર્સ પાસેથી ફી લેવામાં આવતી નહોતી. પણ હવે તેમની પાસેથી પણ ફી લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તેવી જ રીતે સ્વિગી પણ ફૂડ ઓર્ડર માટે પ્લેટફોર્મ ફીના રૂપમાં 3 રૂપિયા લે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp