હવે ટાટા ગ્રુપ ખરીદવા જઇ રહ્યું છે એક સાથે બે કંપની, 7000 કરોડમાં થઈ ડીલ!

PC: businesstoday.in

રતન ટાટાની ટાટા ગ્રુપના પોર્ટફોલિયોમાં વધુ 2 કંપનીઓ જોડાવાની છે કેમ કે ટાટા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ લિમિટેડે પોતાના બિઝનેસને મજબૂતી આપવા માટે કેપિટલ ફૂડ્સ અને ફેબ ઇન્ડિયાને ખરીદશે. તેના માટે કંપનીએ બંને ફર્મો સાથે ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ પૂરી થયા બાદ આ બંને કંપનીઓ ટાટા ગ્રુપની હિસ્સો બની જશે. ટાટા કન્ઝ્યૂમરે જાહેરાત કરી કે તે 5,100 કરોડ રૂપિયામાં ચિંગ્સ સિક્રેટ અને સ્મિથ એન્ડ જોન્સ જેવી બ્રાંડના માલિક કેપટલ ફૂડ્સ કંપનીને ખરીદવા જઇ રહી છે.

ટાટા કન્ઝ્યૂમર તેમાં 100 ટકા હિસ્સેદારી ખરીદશે, જેના માટે એક ડીલ પર હસ્તાક્ષર થયા છે. એ સિવાય 1,900 કરોડ રૂપિયામાં ફેબઈન્ડિયા બ્રાન્ડની ઓર્ગેનિક ઈન્ડિયા કંપની બ્રાન્ડની ઓર્ગેનિક ઈન્ડિયા કંપનીને પણ ખરીદશે. આ કંપની પેકેજ્ડ ઓર્ગેનિક ચા, હર્બલ ઉત્પાદન અને હેલ્થ સંબંધિત અન્ય ઉત્પાદન વેચે છે.

શું શું વેચે છે કેપિટલ ફૂડ્સ?

ટાટા કન્ઝ્યુમરે કેપિટલ ફૂડ્સની ખરીદી બાબતે કહ્યું કે, 75 ટકા ઇક્વિટી શેરહોલ્ડિંગ પહેલા જ લઈ લેવામાં આવશે અને બાકી 25 ટકા શેરહોલ્ડિંગ આગામી 3 વર્ષની અંદર હાંસલ કરી લેવામાં આવશે. આ કંપની ચિંગ્સ સિક્રેટ બ્રાંડના નામથી ચટણી, મસાલા, નૂડલથી લઈને સૂપ પણ વેચે છે. એ સિવાય આ કંપની સ્મિથ એન્ડ જોન્સ બ્રાન્ડ ઘરમાં ઇટાલિયન અને પશ્ચિમી વ્યંજનો રાંધવાની સુવિધા પ્રદાન કરે છે.

ટાટાની કંપનીએ કહ્યું કે, બજારમાં વધતી માગ અને પોતાના બિઝનેસને એક નવું મુકામ આપવા માટે કેપિટલ ફૂડ્સનું અધિગ્રહણ કરવામાં આવી રહ્યું છે. ટાટા કન્ઝ્યૂમરે કહ્યું કે, નાણાકીય વર્ષ 2024 માટે કેપિટલ ફૂડ્સનો અનુમાનિત કારોબાર લગભગ 750 થી 770 કરોડ રૂપિયા છે, જ્યારે નાણાકીય વર્ષ 2024 માટે ઓર્ગેનિક ઇન્ડિયાનો અંદાજિત કારોબાર લગભગ 360-370 કરોડ રૂપિયા છે. ટાટાની કંપની બંને ફર્મોને 7,000 કરોડ રૂપિયામાં ખરીદશે.

ટાટા કન્ઝ્યૂમર તરફથી કહેવામાં આવ્યું છે કે આ ડીલ જલદી જ પૂરી થઈ શકે છે. કેપિટલ ફૂડ્સના સંસ્થાપક અજય ગુપ્તાએ કહ્યું કે ટાટા ગ્રુપ સાથે અમે જોડાવા માટે ઉત્સાહિત છીએ. સાથે જ તેમણે આ ઐતિહાસિક દિવસ પણ બતાવ્યો છે. તો ફેબઈન્ડિયાના MD વિલિયમ બિસેલે કહ્યું કે, ટાટા ગ્રુપ દોઢ સો વર્ષો કરતા વધુ સમયથી છે. એવામાં અમે પણ તેની સાથે જોડાવા માટે ખૂબ ઉત્સાહિત છું. શુક્રવારે ટાટા કન્ઝ્યૂમરના શેર 3.5 ટકા વધીને 1158.7 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp