હવે મોબાઈલ પણ બનાવશે ટાટા! ચીનની મોટી કંપનીને ખરીદવાની તૈયારી
સોઈથી લઈને હવાઈ જહાજ સુધી બનાવનારી દેશની સૌથી ભરોસાપાત્ર કંપની ટાટા હવે મોબાઈલ બનાવવાના બિઝનેસમાં ઉતરવા જઇ રહી છે. જો કે, લગભગ એક દશક અગાઉ ટાટા ગ્રુપ મોબાઈલ નેટવર્ક અને હેન્ડસેટ બંને બનાવતી હતી. હવે સ્માર્ટફોન બિઝનેસ તરફ વધવાની તૈયારી છે. તેના માટે એક મોટી ચાઈનીસ કંપનીને ખરીદવાની વાત ચાલી રહી છે. ડીલ પાક્કી થઈ તો ચીનની આ કંપનીમાં 51 ટકા હિસ્સેદારી ટાટાની હશે, જેનો અર્થ થયો કે, તેનો કંટ્રોલ દેશી કંપની પાસે આવી જશે.
ભારત સરકારે ચીનની તમામ કંપનીઓની સખત સ્ક્રૂટની શરૂ કરી દીધી છે. આ અનુસંધાને ચીનના લોકપ્રિય સ્માર્ટફોન બ્રાન્ડ Vivoએ પોતાની મોટી હિસ્સેદારી ભારતીય કંપનીને વેચવાની મંશા બનાવી લીધી છે અને તેને લઈને ટાટા ગ્રુપ સાથે વાત ચાલી રહી છે. Vivoની તૈયારી ભારતીય કંપની સાથે મળીને મેન્યૂફેક્ચરિંગ અને ડિસ્ટ્રિબ્યુશન કરવાની છે. આ મામલા સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, બંને કંપનીઓમાં વાતચીત શરૂઆતી સ્તર પર છે અને મામલો Vivo કંપનીના વેલ્યૂએશન પર અટક્યો છે.
ટાટાએ પોતાની તરફથી કંપનીનું વેલ્યૂએશન ઓફર આપી છે, પરંતુ Vivoની મંશા તેને હજુ વધારવાની છે. ટાટા ગ્રુપ આ ડીલને લઈને ઉત્સાહિત જરૂર છે, પરંતુ અત્યાર સુધી કંઇ પણ ફાઇનલ થયું નથી. Vivoના મેન્યૂફેક્ચરિંગનું કામ હાલમાં એક ભારતીય કંપની ભગવતી પ્રોડક્ટ (Micromax) જ જોશે, જેણે ગ્રેટર નોઇડામાં બનેલા નવા પ્રોડક્શન યુનિટ માટે હાયરિંગ પણ શરૂ કરી દીધી છે. આ ભારતીય કંપની ચીનની Huaqin સાથે જોઇન્ટ વેન્ચર બનાવવાની તૈયારી છે. હાલમાં વેન્ચરને સરકારના અપ્રૂવલનો ઇંતજાર છે.
ઉલ્લેખનીય છે કે, Huaqin ટેક્નોલોજી મોબાઈલ, લેપટોપ અને ટેબલેટની ઓરિજિનલ ડિઝાઇન કરાનારી સૌથી મોટી વિનિર્માતા કંપની છે, Vivoની મેન્યૂફેક્ચરિંગ યુનિટ અત્યારે નોઇડાના ટેક્નોન IT પાર્ક સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં છે. જ્યાંથી ગ્રેટર નોઇડા સ્થિત 170 એકરમાં બનેલા નવા યુનિટમાં ટ્રાન્સફર કરવાનું છે. જે થોડા જ દિવસોમાં પૂરી રીતે ઓપરેશનમાં આવી જશે. હાલમાં ટાટા અને Vivoએ આ બાબતે કંઇ પણ સ્પષ્ટ કહેવાનો ઇનકાર કરી દીધો છે, પરંતુ જાણકારોનું કહેવું છે કે આ મામલે તેજીથી ડેવલપમેન્ટ થઈ રહ્યા છે.
સરકારની શું છે મંશા?
ભારત સરકારે મામલામાં પોતાની મંશા સ્પષ્ટ કરી દીધી છે કે ચીનની મોબાઈલ કંપનીનો 51 ટકા હિસ્સો કોઈ ભારતીય કંપનીના હાથમાં જ હોવો જોઈએ અને મોબાઈલ હેન્ડસેટનું નિર્માણ અને વિતરણ જોઇન્ટ વેન્ચર તરીકે જ થવું જોઈએ. તેની સાથે જ સરકાર Vivo કંપનીની તપાસ પણ કરી રહી છે, જેમાં કંપની ઉપર ટેક્સ છુપાવવા અને મની લોન્ડ્રિંગનો પણ આરોપ છે.
Vivoએ નાણાકીય વર્ષ 2022-23માં અત્યાર સુધીના સૌથી વધુ નફાનો ખુલાસો કર્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે, તેની 29,874.90 કરોડ રૂપિયાની આવક થઇ છે, જ્યારે 211 કરોડનો શુદ્ધ નફો પણ થયો. આ અગાઉના નાણાકીય વર્ષમાં કંપનીને 123 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. હાલમાં Vivoએ દેશના દરેક રાજ્યમાં ભારતીય ડિસ્ટ્રિબ્યુટર્સની નિમણૂક કરવાની શરૂઆત કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp