પૈસા તૈયાર રાખો, 20 વર્ષ પછી ટાટા ગ્રુપનો IPO ખુલી રહ્યો છે, પ્રાઇસ બેન્ડ જાહેર

PC: zeebiz.com

દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંથી એક ટાટા ગ્રૂપ લગભગ 20 વર્ષ બાદ IPO માર્કેટમાં મજબૂત એન્ટ્રી કરવા જઈ રહ્યું છે. Tata Consultancy Services (TCS )પછી ટાટા ટેક્નોલોજી પહેલી કંપની હશે જેનો ઈશ્યુ લોન્ચ કરવામાં આવશે. કંપનીનો IPO 22 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આ સાથે આ ઈશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ પણ જાહેર કરવામાં આવી છે.

ટાટા ગ્રુપની કંપની TCSનો છેલ્લો પબ્લિક ઇશ્યૂ આવ્યો હતો. એ પછી 20 વર્ષ પછી ટાટા ગ્રુપ ફરી એકવાર મૂડીબજારમાં પ્રવેશ કરી રહ્યું છે.

લગભગ બે દાયકા બાદ ટાટા ગ્રુપની એક કંપની રોકાણકારોને IPO દ્વારા કમાણી કરવાની તક આપવા જઈ રહી છે. તાજેતરમાં ટાટા ટેક IPOની લોન્ચિંગ તારીખની જાહેરાત કર્યા બાદ હવે તેની પ્રાઇસ બેન્ડ પણ જાહેર કરવામાં આવી છે. આ માટે કંપનીએ ઈક્વિટી શેર દીઠ 475-500 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ પ્રાઇસબેન્ડ અનલિસ્ટેડ માર્કેટ કરતાં 47 ટકાથી વધુ સસ્તું છે, જ્યાં તે રૂ. 900થી વધુના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે.

જો તમે તાજેતરના ભૂતકાળમાં શરૂ થયેલા IPOમાં નાણાંનું રોકાણ કરવાનું ચૂકી ગયા છો, તો આ તમારા માટે રોકાણની એક શ્રેષ્ઠ તક હશે.

Tata Technologiesનો IPO સંપૂર્ણપણે ઑફર ફોર સેલ (OFS) પર આધારિત હશે. કંપનીના પ્રમોટર્સ IPO મારફતે તેમનો હિસ્સો ઘટાડવા જઈ રહ્યા છે. આ IPO દ્વારા ટાટા ટેક્નોલોજીસના કુલ 6.08 કરોડ શેર વેચવામાં આવશે. અગાઉ ટાટા ટેક્નોલોજીએ IPO દ્વારા રૂ. 9.57 કરોડનું વેચાણ કરવાનો નિર્ણય લીધો હતો. આ IPOમાં ટાટા મોટર્સ 4.62 કરોડ શેરનું વેચાણ કરશે, આલ્ફા TC 97.1 લાખ શેર અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ 48 લાખ શેર વેચશે.

હવે તમને એ જાણવામાં રસ હશે કે ઓછામાં ઓછું રોકાણ કેટલું કરવુ પડશે? તો કંપનીએ મીનિમમ 30 શેરોનો એક લોટ જાહેર કર્યો છે અને અપર પ્રાઇસ 500 રૂપિયાને ગણતરીમાં લઇએ તો તમારે ઓછામાં ઓછું 15,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તમે વધારેમાં વધારે 13 લોટ માટે અરજી કરી શકો છો.

એક તરફ ટાટા ટેકનો પ્રાઇસ બેન્ડ જાહેર થયો અને બીજી તરફ ગ્રે માર્કેટમાં આ શેરે તોફાન મચાવ્યું છે. ગ્રે માર્કેટમાં ટાટા ટેકના શેરનું પ્રીમિયમ 285 રૂપિયા ચાલી રહ્યું છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp