ટાટાએ BMW સાથે મેળવ્યો હાથ, ઑટોમોટિવ સોફ્ટવેર બનાવશે કંપનીઓ! જાણો શું થશે ફાયદો

PC: indiatoday.in

દેશની પ્રમુખ ડિજિટલ સર્વિસ ફર્મ કંપની ટાટા ટેક્નોલોજીસ અને જર્મનીની કંપની BMW ગ્રુપે આજે કહ્યું કે, તેઓ ભારતમાં ઓટોમેટિવ સોફ્ટવેર અને IT ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપિત કરવા માટે એક જોઇન્ટ વેન્ચર બનાવશે. તેના માટે કંપનીઓના એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંને કંપનીઓ પૂણે, બેંગ્લોર અને ચેન્નાઇમાં ઓટોમેટિવ સોફ્ટવેર અને IT ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપિત કરવાની યોજના પર કામ કરી રહી છે.

શેરોમાં શાનદાર ઉછાળ:

ટાટા ટેક્નોલોજીસ અને BMW ગ્રુપે આ જોઇન્ટ વેન્ચર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા ટેક્નોલોજીસે જેવી જ આ જોઇન્ટ વેન્ચરની જાહેરાત કરી, પછી કંપનીના શેરોમાં લગભગ 6 ટકાની વૃદ્ધિ થઈ. બેંગ્લોર અને પૂણેમાં મુખ્ય ડેવલપમેન્ટ અને ઓપરેશન એક્વિટી થશે. તો ચેન્નાઈમાં બિઝનેસ IT સોલ્યૂશન પર ફોકસ કરવામાં આવશે. કંપનીઓના સંયુક્ત નિવેદનામાં કહેવામાં આવ્યું છે કે, આ જોઇન્ટ વેન્ચરનું એગ્રીમેન્ટ સંબંધિત અધિકારીઓ દ્વારા રિવ્યૂ અને અપ્રૂવ કરવામાં આવશે.

શું કરશે આ જોઇન્ટ વેન્ચર?

આ જોઇન્ટ વેન્ચર ઓટોમેટેડ ડ્રાઇવિંગ અને ડેશબોર્ડ સિસ્ટમ સહિત વિભિન્ન સુવિધાઓ માટે ઓટોમેટિવ સોફ્ટવેર બનાવવા પર ફોકસ કરશે. કંપનીના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે, નવું જોઇન્ટ વેન્ચર ઓટોમેટિવ સોફ્ટવેર ડિલિવર કરશે, જેનો ઉપયોગ BMWના પ્રીમિયમ સાધનોમાં કરવામાં આવશે. એ સિવાય કંપનીના બિઝનેસ માટે સોફ્ટવેર તૈયાર કરવાની પણ જવાબદારી આ જોઇન્ટ વેન્ચર પર હશે.

જાણો શું થશે ફાયદો:

ટાટા ટેક્નોલોજીસમાં ઓટોમેટિવ સેલ્સના પ્રેસિડેન્ટ નચિકેત પરાંજપેએ કહ્યું કે, સતત વિકસિત થતા ઑટોમોટિવ પરિદૃષ્ટમાં સોફ્ટવેર-ડિફાઇન્ડ વાહન તરફથી આ નવી યાત્રા ઓટોમેટિવ સોફ્ટવેર અને વાહનોના નિર્માણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ બદલાવની જેમ છે. અમે પોતાના અનુભવ અને જાણકારી BMW ગ્રુપ સાથે શેર કરીશું, જેથી એવા વાહનોનું નિર્માણ કરી શકાય, જે ન માત્ર ટેક્નિકલી એડવાન્સ હશે, પરંતુ દુનિયાભરના ગ્રાહકોને અસાધારણ અનુભવ પ્રદાન કરશે.

જાહેર છે કે, એક સામાન્ય વ્યક્તિને આ જોઇન્ટ વેન્ચરનો સૌથી મોટો લાભ એડવાન્સ અને સુરક્ષિત વાહનો તરીકે મળશે. એ સાથે જ આ નવા વેન્ચરથી જ્યાં પણ સેન્ટર બનાવવામાં આવશે, ત્યાં નવી નોકરીઓના અવસર પણ સામે આવશે. જો કે, અત્યારે આ સમજૂતી માટે ફાઇનાન્શિયલ ડિટેલ્સનો ખુલાસો થયો નથી. આ ભાગીદારી હેઠળ ટાટા ટેક્નોલોજીસ અને BMW ગ્રુપ પરસ્પર નવી કંપનીમાં 50 ટકા હિસ્સેદારી રાખશે. ઉલ્લેખનીય છે કે, ટાટા મોટર્સની સહાયક કંપની ટાટા ટેક્નોલોજીસ, ઑટોમોટિવ, એરસ્પેસ અને ભારે મશીનરી નિર્માતાઓને ઍન્જિનિયરિંગ અને ટેક્નોલોજી સર્વિસ પ્રદાન કરવામાં માહિર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp