2 દસકા પછી ટાટા ગ્રુપની IPO માર્કેટમાં એન્ટ્રી, જાણો કેવો રહ્યો રિસ્પોન્સ

PC: fortuneindia.com

20 વર્ષ પછી ટાટા ગ્રુપે IPO માર્કેટમાં પ્રવેશ કર્યો છે. તેની સાથે જ કંપનીના IPOને રોકાણકારોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. Tata Technologiesનો IPO સવારે 10 વાગ્યે ઓપન થયો અને માત્ર એક કલાકમાં જ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો. ટાટા ટેકે આ IPO હેઠળ 60,850,278 શેરો માટે બોલીઓ માંગી હતી અને ઓપન થવાના એક કલાકથી પણ ઓછા સમયમાં જ 10.48 વાગ્યા સુધીમાં તેને 60423120 શેરો માટે બોલીઓ મળી ચૂકી હતી.

ખબર લખ્યા સુધીમાં ક્વોલિફાઇડ ઈન્સ્ટીટ્યૂટ ઈન્વેસ્ટર્સ માટે આરક્ષિત કેટેગરી 1.98 ગણી સબ્સક્રાઈબ્સ થઇ હતી. રોકાણકારોએ ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ કેટેગરી માટે આરક્ષિત 10547382 શેરોની સરખામણીમાં 20851470 શેર ખરીદ્યા હતા. નોન ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ કોટા 1.45 ગણા સબ્સક્રાઈબ્સ થયા હતા. તો રિટેલ ઈન્વેસ્ટર્સને આરક્ષિત કોટા પહેલા 60 મિનિટની અંદર 1.02 ગણા સબ્સક્રાઈબ્સ થયા હતા.

2004 પછી IPO માર્કેટમાં ટાટા ગ્રુપની ધમાકેદાર એન્ટ્રી

ટાટા ગ્રુપની કંપની Tata Technologiesના IPO માટે રોકાણકારો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. તેના ઓપન થતા જ રોકાણકારોએ તેને જબરદસ્ત રિસ્પોન્સ આપ્યો છે. 20 વર્ષ પછી આઈપીઓ માર્કેટમાં ટાટા ગ્રુપે કમાલ કરી દેખાડી છે. 3042.51 કરોડ રૂપિયા ઈશ્યૂ સાઇઝવાળા Tata Technologies IPOમાં રોકાણકારો 24 નવેમ્બર સુધી પૈસા લગાવી શકે છે. આ પહેલા વર્ષ 2004માં ગ્રુપે પોતાની આઈટી કંપની TCSનો IPO રજૂ કર્યો હતો.

Tata Technologies IPO હેઠળ પ્રાઈસ બેન્ડની વાત કરીએ તો આ 475-500 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. IPO હેઠળ લૉટ સાઈઝ 30 શેરોની છે અને અપર પ્રાઈસ બેન્ડના હિસાબથી એક લોટ માટે રોકાણકારોએ ઓછામાં ઓછા 15000 રૂપિયાની રકમ રોકાણ કરવાની રહેશે. શેર માર્કેટમાં કંપનીના શેરોની લિસ્ટિંગ 5 ડિસેમ્બર 2023ના રોજ થઇ શકે છે.

બુધવારે સામાન્ય રોકાણકારો માટે ઓપન થવા પહેલા આ IPOને મંગળવારે એંકર ઈન્વેસ્ટર્સ માટે ઓપન કરવામાં આવ્યો હતો. કંપનીએ પોતાના એંકર રોકાણકારો પાસેથી 791 કરોડ રૂપિયા ભેગ કર્યા હતા. જે રીતનો પ્રતિસાદ આ IPOને એંકર રોકાણકારો પાસેથી મળ્યો, તેવો જ ઉત્સાહ સામાન્ય રોકાણકારોમાં પણ જોવા મળ્યો છે. એનાલિસ્ટ પણ Tata Technologies IPOને લઇ પોઝિટિવ બન્યા છે. Emkay Globalએ પોતાના એક નોટમાં કહ્યું કે, અપર પ્રાઈસ બેન્ડ પર ટાટા ટેકનું મૂલ્યાંકન તેના નાણાકીય વર્ષ 2023 EPSના હિસાબથી 32 ગણું વધારે થઇ રહ્યું છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે. અહીં આપવામાં આવેલા તથ્યો માત્ર જાણકારી માટે છે. આ રોકાણ કરવાની સલાહ આપતા નથી. કશે પણ રોકાણ કરવા પહેલા પોતાના સલાહકારની સલાહ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp