ટાટા નેનોનો વિરોધ મમતા દીદીને રૂ. 766 કરોડમાં પડ્યો, નરેન્દ્રભાઇ PM પદ સુધી...

PC: m.rediff.com

પશ્ચિમ બંગાળના સિંગૂર જમીન વિવાદમાં ટાટાને મોટી જીત મળી છે. ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સ આ વિવાદમાં 766 કરોડ રૂપિયા વસૂલવાની હક્કદાર છે. સિંગૂરમાં ટાટા મોટર્સના નેનો પ્લાન્ટને મમતા બેનર્જી અગાઉની વાંમપંથી સરકારે મંજૂરી આપી હતી. એ હઠળ બંગાળની જમીન પર લખટકિયા કાર ‘નેનો’ના ઉત્પાદન માટે ફેક્ટ્રી સ્થાપિત કરવાની હતી. ત્યારે મમતા બેનર્જી વિપક્ષમાં હતા અને તેઓ વાંમપંથી સરકારની નીતિઓ વિરુદ્ધ હતા. વિપક્ષમાં રહેતા મમતા બેનર્જી આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા હતા.

આ મુદ્દાએ મમતા બેનર્જીને સત્તામાં આવવામાં મદદ કરી હતી. મમતા બેનર્જીએ સત્તામાં આવતા જ કાયદો બનાવીને સિંગૂરની લગભગ 1,000 એકર જમીન એ 13 હજાર ખેડૂતોને પરત કરવાનો નિર્ણય લીધો, જેમની પાસે જમીન સંપાદન કરવામાં આવી હતી. આ નિર્ણયની જાણકારી આપતા ટાટા મોટર્સે કહ્યું કે, 3 સભ્યોની પંચાટ ન્યાયાધિકરણે ટાટા મોટર્સ લિમિટેડ (TML)ના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. ટાટા મોટર્સ લિમિટેડ હવે પ્રતિવાદી પશ્ચિમ બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમ (WBIDC) પાસેથી 11 ટકા વર્ષના દરે વ્યાજ સાથે 765.78 કરોડ રૂપિયાની રકમ વસૂલવાની હકદાર છે. WBIDC પશ્ચિમ બંગાળ સરકારને આધિન છે.

સિંગૂર જમીનનો વિવાદ એટલો મોટો હતો કે ટાટા મોટર્સને પરિયોજના બંધ કરવી પડી હતી. ત્યારબાદ કંપની ગુજરાત આવતી રહી અને ટાટા નેનોના નિર્માણ માટે સાણંદમાં એક પ્લાન્ટ સ્થાપિત કર્યો. જો કે, ટાટાનો આ પ્રોજેક્ટ સફળ ન રહ્યો. ટાટા મોટર્સે વર્ષ 2011માં મમતા સરકારના એ કાયદાને પડકાર આપ્યો હતો, જેના માધ્યમથી કંપની પાસે જમીન છીનવી લેવામાં આવી હતી. જૂન 2012માં કોલકાતા હાઇ કોર્ટે સિંગૂર અધિનિયમને અસંવૈધનિક જાહેર કરી દીધો અને ભૂમિ પટ્ટા સમજૂતી હેઠળ કંપનીઆ અધિકારોને લાગૂ કરી દીધા.

એ છતા ટાટા મોટર્સને જમીનનો કબજો ન મળ્યો. ત્યારબાદ રાજ્ય સરકારે ઑગસ્ટ 2012માં સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરી. ઑગસ્ટ 2016માં સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારની નેનો પરિયોજના માટે જમીન સંપાદનને ગેરકાયદેસર જાહેર કરી અને નિર્દેશ આપ્યો કે જમીન, માલિકોને પરત આપી દેવામાં આવે. ત્યારબાદ ટાટા મોટર્સે જમીનની લીઝ સમજૂતીના એક ક્લોઝનો સંદર્ભ આપીને ક્ષતિપૂર્તિની માગ કરી. આ ક્લોઝમાં કહેવામાં આવ્યું હતું કે જમીન સંપાદનને ગેરકાયદેસર માનવામાં આવે છે, તો રાજ્ય કંપનીને સાઇટ પર થનારા પૂંજીગત ખર્ચ માટે ક્ષતિપૂર્તિ કરશે. ત્યારબાદ ટાટા મોટર્સે મધ્યસ્થતાની માગ કરી અને પોતાનો દાવો દાખલ કરી દીધો. હવે લગભગ 7 વર્ષ બાદ ટાટા મોટર્સને જીત મળી છે.

ઉલ્લેખનીય છે કે ટાટાને ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તરત ગુજરાત બોલાવી સાણંદમાં જગ્યા આપી હતી. અને નેનોનો પ્લાન્ટ શરૂ કરાવ્યો હતો. જોકે, મમતા દીદી પછી બંગાળના મુખ્યપ્રધાન પદ સુધી પહોંચી ગયા હતા. બીજી બાજુ નરેન્દ્રભાઇ વડાપ્રધાન પદ સુધી પહોચી ગયા હતા. જોકે, નેનોના હાલ ખરાબ છે. તે જેટલી ગાજી એટલી વરસી નહીં. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp