TCS, Infosys, Wipro અને HCLના શેરો પત્તાના મહેલની જેમ કેમ વિખેરાયા

PC: businesstoday.in

શુક્રવારે શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું, પરંતુ થોડી જ વારમાં તે લીલા રંગમાં આવી ગયું હતું. દરમિયાન IT સેક્ટરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે IT સેક્ટર 1.90 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. IT સેક્ટરમાં આટલો મોટો ઘટાડો TCS, Infosys, Wipro અને HCL ટેકના શેરમાં 6% સુધીના ઘટાડાથી થયો છે.

આજે, HCL ટેક્નોલોજીના શેર 5.62 ટકા ઘટીને રૂ. 1,507.50 પર, જ્યારે વિપ્રો અને LTIMindtree 4 ટકાથી વધુ ઘટીને અનુક્રમે રૂ. 479.45 અને રૂ. 4,945.05 પર ટ્રેડ થયા હતા. આ સિવાય ટેક મહિન્દ્રાનો શેર 3.57 ટકા ઘટીને રૂ. 1,236.45 પર અને ઇન્ફોસિસનો શેર 3.7 ટકા ઘટીને રૂ. 1497.65 પર હતો. TCSનો શેર લગભગ 3 ટકાના ઘટાડા સાથે રૂ. 3,856 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

હકીકતમાં, વૈશ્વિક IT કંપની Accentureએ આર્થિક અનિશ્ચિતતાને કારણે નાણાકીય વર્ષ 2024 માટે તેની આવકનો અંદાજ 2-5 ટકાથી ઘટાડીને 1-3 ટકા કર્યો હતો, ત્યારપછી શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન ભારતીય IT શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને કેટલાક શેર 6 ટકા સુધી ઘટ્યા. નુવામા ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે જણાવ્યું હતું કે, એક્સેન્ચર દ્વારા કરવામાં આવેલ આવકમાં ઘટાડો ભારતીય IT સેવાઓ કંપનીઓ માટે થોડો નકારાત્મક છે, જો કે તે વધારે નથી.

નુવામાએ કહ્યું કે IT શેરોમાં અત્યારે કોઈ ઘટાડો દેખાતો નથી. મજબૂત માંગની અપેક્ષા છે, જે કંપનીઓની આવકમાં વધારો કરી શકે છે. વિદેશી બ્રોકરેજ ફર્મ CLSA એ સેક્ટર અંગે સાવચેતીભર્યું વલણ જાળવી રાખ્યું છે અને કહ્યું છે કે, આવકમાં તીવ્ર ઘટાડો એનો અર્થ એ છે કે, બીજા અર્ધવાર્ષિક ગાળામાં મોટો ઉછાળો આવશે. મોતીલાલ ઓસવાલે કહ્યું કે, ભારતીય IT કંપનીઓએ સાવધ રહેવાની જરૂર છે.

MKએ કહ્યું કે ભારતીય કંપનીઓને નાણાકીય વર્ષ 2025માં વૃદ્ધિમાં મદદ મળશે, પરંતુ વધુ સાવધ રહેવું પડશે. નોમુરાનું માનવું છે કે, FY25ના પહેલા છ મહિનામાં ઈન્ડિયા ITમાં રિકવરીની સારી સંભાવનાઓ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મિડકેપ અને સ્મોલકેપને પણ જોરદાર ફટકો પડ્યો છે. પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, કોફોર્જ, એમફેસિસ, બિરલાસોફ્ટ, L&T ટેક્નોલોજી સર્વિસ, KPIT ટેક્નોલોજીસ, જેનસર ટેક્નોલોજીસ અને ઓરેકલ ફાઈનાન્સિયલ સર્વિસ સોફ્ટવેર સહિતના IT કાઉન્ટર્સ વ્યાપક બજારોમાં 2-4 ટકા ઘટ્યા હતા, જ્યારે પ્રારંભિક સત્રમાં BSE IT ઈન્ડેક્સ 3 ટકાથી વધુ નીચે ચાલી રહ્યો હતો.

(નોંધ: શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp