ચંદ્રાબાબુ આ બાજુ ચૂંટણી જીત્યા અને બીજી બાજુ તેમના પત્નીની સંપત્તિ 500 કરોડ વધી

PC: twitter.com

શેર બજાર માટે આ અઠવાડિયે ભારે ઉથલ-પાથલવાળું રહ્યું. લગભગ દરેક સેશનમાં બજારે મોટો બદલાવ જોયો છે. ચૂંટણી પરિણામવાળા દિવસે તો બજાર ઘણા વર્ષોની સૌથી મોટા ઘટાડાનું સાક્ષી બન્યું. જોકે વોલેટાઇલ બજારમાં પણ ક FMCG સ્ટોક રોકેટ બન્યા છે. મજેદાર છે શેરની રેલીએ TDP લીડર એ. ચંદ્રબાબુ નાયડુના પરિવારજનોને માલામાલ કરી દીધા છે. આ સ્ટોક FMCG કંપની હેરિટેજ ફૂડ્સના છે.

આ શેર પર શુક્રવારે પણ અપર સર્કિટ લાગેલું હતું અને તે 10 ટકા ઉછળીને 661.25 રૂપિયા પર પહોંચ્યા હતા. આ શેરનો 52 વીક નવો હાઇ પણ છે. ચૂંટણી પરિણામવાળા દિવસે 4 જૂને જ્યારે આખો બજાર કડાકો બોલાવી રહ્યો હતો, એ દિવસે પણ આ શેર ઉડાણ ભરી રહ્યા હતા. માત્ર આ અઠવાડિયે આ શેર 55 ટકાથી વધુ મજબૂત થઇ ગયા. FMCG સ્ટોક હેરિટેજ ફૂડસની કિંમત 31 મે 2024ના રોજ માત્ર 402.90 રૂપિયા હતી.

તો ચૂંટણી પરિણામના એક દિવસ અગાઉ એટલે કે 3 જૂને તેના શેરની કિંમત 424.45 રૂપિયા હતી. પરિણામના આગામી દિવસે એટલે કે 5 તારીખે આ શેરે 20 ટકાની છલાંગ લગાવી દીધી હતી. આ શેરની કિંમત પર 3 દિવસથી અપર સર્કિટ લાગેલું રહ્યું. આ શેરને ચૂંટણી પરિણામથી ઘણો સપોર્ટ મળ્યો છે. હેરિટેજ ફૂડ્સના પ્રમોટર નારા લોકેશ છે, જે TDP નેતા ચંદ્રબાબુ નાયડુના પુત્ર છે. આ કંપનીમાં નાયડુ પરિવારની સારી એવી હિસ્સેદારી છે.

ચૂંટણી પરિણામમાં ભાજપને એકલાને બહુમત ન મળવાથી TDPની ભૂમિકા મહત્ત્વપૂર્ણ થઇ ગઇ છે. હવે બનનારી નવી સરકારમાં TDPનું ઘણું મહત્ત્વ રહેવાનું છે. બીજી તરફ પાર્ટી આંધ્ર પ્રદેશમાં પણ સત્તામાં કમબેક કરવામાં સફળ થઇ છે. તેનાથી શેરની કિંમત ચઢી ગઇ છે. હેરિટેજ ફૂડ્સમાં ચંદ્રબાબુ નાયડુની કંપનીની પત્ની નારા ભુવનેશ્વરી પાસે 24.37 ટકા હિસ્સેદારી છે. તેમના પોર્ટફોલિયોમાં કંપનીના ટોટલ 2,26,11,525 શેર છે. છેલ્લા 5 દિવસોમાં કંપનીના શેરોની કિંમતમાં જેવી તેજી આવી છે, તેનાથી ભુવનેશ્વરીની હિસ્સેદારીની વેલ્યૂમાં શાનદાર 579 કરોડ રૂપિયાનો વધારો થઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp