કોણ છે સુધા મૂર્તિ જેમને PM મોદીએ ચૂંટણી વગર જ સાંસદ બનાવી દીધા

PC: twitter.com/narendramodi

પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ઈન્ફોસિસના ચેરમેન નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. સામાજિક કાર્યકર અને મૂર્તિ ટ્રસ્ટના અધ્યક્ષ, સુધા મૂર્તિને મહિલા દિવસ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યા છે. શુક્રવારે આની જાહેરાત કરતા PM નરેન્દ્ર મોદીએ વિવિધ ક્ષેત્રોમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. PM મોદીએ કહ્યું કે, સુધા મૂર્તિ આપણી મહિલા શક્તિનો શક્તિશાળી પુરાવો છે.

ભારતના રાષ્ટ્રપતિ કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સામાજિક સેવાઓમાં તેમના યોગદાન માટે સંસદના ઉપલા ગૃહમાં 12 સભ્યોને નામાંકિત કરે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે PM મોદી દ્વારા રાજ્યસભા માટે સુધા મૂર્તિના નામાંકનની જાહેરાત કરવામાં આવી હતી.

2006માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમને સાહિત્ય માટે RK નારાયણ પુરસ્કાર, 2011માં કન્નડ સાહિત્યમાં શ્રેષ્ઠતા માટે કર્ણાટક સરકાર તરફથી અતિમાબે પુરસ્કાર પણ મળ્યો છે અને તાજેતરમાં જ, 2018માં, તેમને ક્રોસવર્ડ બુક એવોર્ડ્સ દ્વારા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેંમણે BVB કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું, જ્યાં તેમણે તમામ શાખાઓમાં પ્રથમ ક્રમ મેળવ્યો. આ સાથે તેણે ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ તરફથી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમણે કર્ણાટકમાં 60,000થી વધુ પુસ્તકાલયોની સ્થાપના કરી.

73 વર્ષીય સુધા મૂર્તિ વ્યવસાયે એન્જિનિયર અને લેખક છે. રાજ્યસભા માટે નોમિનેટ થવા પર તેમણે કહ્યું કે, તેઓ અત્યારે દેશમાં નથી. પરંતુ, મહિલા દિવસે મળેલા આ સન્માન માટે તે આભારી છે. અહીં તમને જણાવી દઈએ કે, સુધા મૂર્તિ એ મહિલાઓમાં સામેલ છે, જેમણે બિઝનેસમાં પણ મોટું યોગદાન આપ્યું છે. ઘણી વખત TV ઈન્ટરવ્યુમાં તેમણે નારાયણ મૂર્તિ દ્વારા ઈન્ફોસિસની સ્થાપનાની સમગ્ર વાર્તા વર્ણવી છે. એકવાર સુધા મૂર્તિએ ઈન્ફોસિસની સ્થાપના માટે નારાયણ મૂર્તિને દસ હજાર રૂપિયાની લોન આપી હતી. તે સમયે તેનો આખો પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો અને પૈસાની તંગી હતી.

PM મોદીએ X પર એક પોસ્ટમાં મૂર્તિને અભિનંદન આપતા કહ્યું કે, 'મને ખુશી છે કે ભારતના રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિજીને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. PM મોદીએ કહ્યું કે, ઉચ્ચ ગૃહમાં તેમનું નામાંકન એ 'મહિલા શક્તિ'નું મજબૂત સાક્ષી છે, જે રાષ્ટ્રના ભાગ્યને ઘડવામાં મહિલાઓની શક્તિ અને ક્ષમતાનું પણ ઉદાહરણ છે.'

PM મોદીએ તેમની પોસ્ટમાં કહ્યું, 'મને ખુશી છે કે ભારતના રાષ્ટ્રપતિએ સુધા મૂર્તિ જીને રાજ્યસભા માટે નામાંકિત કર્યા છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સુધાજીનું યોગદાન અપાર અને પ્રેરણાદાયી રહ્યું છે.'

ઇન્ફોસિસના સહ-સ્થાપક N. R. નારાયણ મૂર્તિની પત્ની 'મૂર્તિ ટ્રસ્ટ'ની ચેરપર્સન પણ છે અને તેમણે ઘણા પુસ્તકો લખ્યા છે. મૂર્તિ 73 વર્ષના છે. તેમને વર્ષ 2006માં પદ્મશ્રી અને 2023માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. મૂર્તિના પતિ નારાયણ મૂર્તિ IT જાયન્ટ ઈન્ફોસિસના સ્થાપક છે. બ્રિટિશ PM ઋષિ સુનક તેમના જમાઈ છે.

મૂર્તિને 2006માં ભારત સરકાર દ્વારા સામાજિક કાર્ય માટે ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. 2023માં, તેમને ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.

મૂર્તિએ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં પોતાની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ગેટ્સ ફાઉન્ડેશનની પબ્લિક હેલ્થ કેર ઇનિશિયેટિવની પણ સભ્ય છે. તેમણે અનેક અનાથાશ્રમો સ્થાપ્યા. ગ્રામીણ વિકાસના પ્રયાસોમાં પણ ભાગ લીધો. મૂર્તિએ કર્ણાટકની તમામ સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર અને પુસ્તકાલયની સુવિધા પૂરી પાડવાની ચળવળને ટેકો આપ્યો હતો. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં મૂર્તિ ક્લાસિકલ લાઈબ્રેરી ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp