કંગનાની ‘તેજસ’ 6 દિવસમાં 6 કરોડ પણ ન કમાઈ શકી, તો પાસ થઇ '12th ફેલ' ફિલ્મ

PC: jagaran.com

બોલિવુડ માટે ઓક્ટોબર મહિનો ખાસ રહ્યો નહીં. આ મહિને ઘણી ફિલ્મો રીલિઝ થઇ પણ બોક્સ ઓફિસ પર એકપણ ફિલ્મ કંઇ ખાસ કમાલ દેખાડી શકી નહીં. કંગના રણૌતની ફિલ્મ તેજસથી ફેન્સને ઘણી આશા હતી પણ આ ફિલ્મે પણ લોકોને નિરાશ કર્યા. ફિલ્મની કમાણીના 6 દિવસના આંકડા સામે આવી ગયા છે. ફિલ્મનું કલેક્શન નિરાશાજનક છે. તો બીજી બાજુ 12th ફેલ ફિલ્મની વાત કરીએ તો વિક્રાંત મેસ્સીની આ ફિલ્મે કમાલનું કલેક્શન કર્યું છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.

કંગનાની ફિલ્મ તેજસ ફ્લોપ રહી

તેજસ ફિલ્મની રીલિઝ પહેલા કંગના રણૌતે ખૂબ પ્રમોશન કર્યું. તેણે આ ફિલ્મને પ્રમોટ કરવા ઘણી રીતો અપનાવી. તેણે ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ માટે ફિલ્મની સ્પેશ્યિલ સ્ક્રીનિંગ રાખી હતી. આ ઉપરાંત તેણે દિલ્હીના રામલીલા મેદાનમાં દશેરાના દિવસે ભાગ લીધો હતો અને ત્યાં ફિલ્મનું ટ્રેલર પણ દેખાડ્યું હતું. પણ ફિલ્મની કમાણીના આંકડા તો એવું દર્શાવી રહ્યા છે કે કંગનાના આ જુમલા કામ આવ્યા નહીં. ફિલ્મે બુધવારના દિવસે પણ ઓછી કમાણી કરી. ફિલ્મ માત્ર અડધો કરોડ કમાઈ શકી. ફિલ્મ અત્યાર સુધીમાં 6 દિવસોમાં માત્ર 5.15 કરોડની કમાણી જ કરી શકી છે.

વિક્રાંતની આ ફિલ્મે કમાલ કરી

બીજી બાજુ વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત ફિલ્મ 12th ફેલની કમાણીએ લોકોનો ચોંકાવી નાખ્યા છે. ફિલ્મે 6 દિવસોમાં 10 કરોડથી વધારાની કમાણી કરી છે. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મનું વધારે પ્રમોશન પણ જોવા મળ્યું નહીં. પણ વિક્રાંતની આ ફિલ્મે પોતાના અપીલિંગ કન્ટેંટથી માસ ઓડિયન્સને કેપ્ચર કર્યા અને પરિણામ એ સામે આવ્યું કે ફિલ્મે 6 દિવસોમાં 11.69 કરોડની કમાણી કરી લીધી છે.

ઓક્ટોબર મહિનો ખાસ રહ્યો નહીં

2023નું વર્ષ બોલિવુડ માટે ખૂબ જ સરસ રહ્યું છે. આ વર્ષે બોલિવુડની ડૂબતી નાવડીને પાર લગાવ્યું. આ વર્ષે બોલિવુડની ઘણી ફિલ્મો ચાલી. તેમાં પણ ખાસ કરીને શાહરૂખ ખાને તો કમાલ જ કરી દીધું. તેની બે ફિલ્મો ‘પઠાણ’ અને ‘જવાન’એ 500 કરોડથી વધારેની કમાણી કરી. તો સની દેઓલની ફિલ્મ ગદર-2એ પણ 500 કરોડથી વધારાની કમાણી બોક્સ ઓફિસ પર કરી છે.

આવનારો ડિસેમ્બર મહિનો પણ બોલિવુડ માટે કમાલ કરી શકે છે. આ મહિનામાં રણબીર કપૂર, શાહરૂખ ખાન અને પ્રભાસની ફિલ્મો રિલીઝ થવાની છે. જેનાથી લોકોને ઘણી અપેક્ષા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp