30000 બાળકોના પિતા 10 કરોડના પાડાને મળ્યા DyCM તેજસ્વી યાદવ, જુઓ શું કહ્યું
બિહારની રાજધાની પટનામાં હાલમાં બિહાર ડેરી એન્ડ કેટલ એક્સ્પો ચાલી રહ્યો છે, જેમાં દેશની અનેક જગ્યાએથી પશુઓને લાવવામાં આવ્યા છે, જેમાં સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર એક પાડો રહ્યો હતો, જેના વખાણ બિહારના નાયબ મુખ્યમંત્રીએ પણ કર્યા હતા.
આ એક્સ્પોમાં હરિયાણાથી 10 કરોડની કિંમતનો પાડો લાવવામાં આવી હતી, જેનું નામ છે ભોલૂ. એક્સ્પોમાં બસ આ ભોલૂની જ ચર્ચા થઈ રહી છે. આ પાડો મુર્રા નસલનો છે, જેની કિંમત 10 કરોડ રૂપિયા સુધી લગાવવામાં આવી છે. આને જોવા માટે રાજ્યમાંથી અનેક જગ્યાએથી લોકો આવી રહ્યા છે.
બિહારના DyCM તેજસ્વી યાદવ પણ આ પાડાને જોવા પહોંચ્યા હતા અને પાડાના ભારોભાર વખાણ પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, પટનાની વેટનરી કોલેજ પરિસરમાં આયોજિત કિસાન મેળામાં આકર્ષણનું કેન્દ્ર બનેલા 10 કરોડની કિંમતના અને 30 હજારથી વધુ બાળકોના પિતા મુર્રા નસલના પાડાને મળવા પહોંચ્યો. મુર્રા નસલ પાળતુ ભેંસની એક નસલ છે, જે દૂધ ઉત્પાદન માટે પ્રસિદ્ધ છે.
पटना के वेटनरी कॉलेज परिसर में आयोजित किसान मेले में आकर्षण का केंद्र बने 10 करोड़ की कीमत तथा 30 हजार से ज्यादा बच्चों के पिता मुर्रा नस्ल के भैंसे से मिलने पहुँचा।
— Tejashwi Yadav (@yadavtejashwi) December 23, 2023
मुर्रा नस्ल पालतू भैंस की एक नस्ल है, जो दूध उत्पादन के लिए प्रसिद्ध है। दूध में वसा उत्पादन के लिए मुर्रा सबसे… pic.twitter.com/MrrsPxvLBk
તેજસ્વી યાદવે વધુમાં કહ્યું હતું કે, દૂધમાં સારા ઉત્પાદન માટે મુર્રા સૌથી સારી નસ્લ છે. આ નસ્લની ભેંસોને કાળું સોનું કહેવામાં આવે છે. જો ખેડૂતો દૂગ્ધ ઉત્પાદનોમાં સારી કમાણી કરવી હોય તો ગાયની સાથે સારી નસ્લની એક-બે ભેંસનું પણ પાલન કરવું જોઈએ, તેનાથી દૂધની ઉણપ નહીં સર્જાય.
તેમણે કહ્યું કે, અમારી સરકાર વિવિધ લાભકારી યોજનાઓના માધ્યમથી ગ્રામ્ય અર્થવ્યવસ્થાને સુદૃઢ કરવાનું કામ કરી રહી છે, જે અંતર્ગત ખેડૂતોને પશુપાલન, મુરઘા પાલન અને મત્સ્ય પાલન વ્યવસાય માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
10 કરોડના પાડાના માલિક નરેન્દ્ર સિંહે કહ્યું હતું કે, તે દરરોજ આ ભેંસને સાધારણ ચારો ખવડાવે છે. ભેંસ પર મહિને 50-60 હજારનો ખર્ચો થાય છે. આ કિંમતી મેળો તમામ ખેડૂત મેળામાં જઈ ચૂક્યો છે અને જ્યાં પણ જાય છે, તેને જોવા ભીડ ઉમટી પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp