'Rich Dad Poor Dad'ના લેખકે કહ્યું- સોના-ચાંદી ખરીદો 3 મહિનામાં આટલો નફો મળશે

PC: x.com/therealkiyosaki

દરેક વ્યક્તિ જલ્દીથી જલ્દી અમીર બનવા માંગે છે, જેના માટે લોકો ખૂબ મહેનત કરે છે. પરંતુ મોટાભાગના લોકો અમીર બનવાનું સપનું પૂરું કરી શકતા નથી. ઝડપથી શ્રીમંત બનવા માટે, લોકો ઘણીવાર શેરબજાર, બોન્ડ્સ અને રિયલ એસ્ટેટમાં પ્રવેશ કરે છે. પરંતુ 'Rich Dad Poor Dad' ના લેખક રોબર્ટ ટી કિયોસાકીનું કહેવું કંઈક બીજું છે. તેમણે ફરી એકવાર બિટકોઈન, ગોલ્ડ અને સિલ્વરમાં વિશ્વાસ વ્યક્ત કરવાની વાત કરી છે.

રોબર્ટ કિયોસાકીનું કહેવું છે કે બિટકોઇનના ભાવમાં થોડા જ દિવસોમાં ભારે ઉછાળો આવવાનો છે. ઓગસ્ટ 2024 સુધીમાં બિટકોઇનના ભાવ તેના ઓલટાઇમ હાઇ પર હશે. બિટકોઇનનો ભાવ 3,50,000 ડોલર પર પહોંચી શકે છે. કિયોસાકીએ કહ્યું કે, આ કોઇ જુઠ્ઠાણું નથી, બલ્કે એક પ્રીડિક્શન છે જે ઓગસ્ટ 2024 સુધીમાં જ પુરુ થઇ શકે છે.

રોબર્ટ કિયોસાકીએ જે આગાહી કરી છે એ રીતે જોઇએ તો અત્યારે બિટકોઇન 3 જ મહિનામાં 5 ગણા પૈસા કરી દે. બિટકોઇનની અત્યારે કિંમત 70,654.44 ડોલર છે અને ઓગસ્ટ 2024 સુધીમાં તેનો ભાવ 3,50,000 ડોલર પર પહોંચી જશે.

જો કે કિયોસાકીએ સાથે એમ પણ કહ્યું છે કે જો ઓગસ્ટમાં આવું ન થશે તો બિટકોઇન 2024માં ગમે ત્યારે 3,50,000 ડોલર પર પહોંચશે. આ માત્ર એક ટાર્ગેટ છે અને આ મારો અભિપ્રાય છે એમ રોબર્ટે કહ્યું. કિયોસાકીએ કહ્યું કે, હું હમેંશા વધારે વધારે બિટકોઇન, ઇથેરિયમ અને સોલાના ખરીદતો રહુ છું.કારણકે, મને વિશ્વાસ છે કે આના ભાવો વધતા જ રહેવાના છે. આને લઇને હું હમેંશા નિરાંત અનુભવું છું.

'Rich Dad Poor Dad' ના લેખક રોબર્ટ કિયોસાકીનું કહેવું છે કે, લોકોએ વધારેમાં વધારે સોના- ચાંદી બિટકોઇન, ઇથેરિયમ અને સોલાનાની ખરીદી કરવી જોઇએ. કિયોસાકીએ ગયા વર્ષે એક પોસ્ટમાં લખ્યુ હતું કે તમારે જો અમીર બનવાનું સપનું સાકાર કરવું હોય તો વધારેને વધારે ચાંદીની ખરીદી કરો.

તેમણે આગાહી કરી હતી કે ચાંદી 3 થી 5 વર્ષ માટે 20 ડોલર પર સ્થિર રહેશે અને આવનારા સમયમાં તે 100 થી ડોલર વધીને 500 ડોલર થશે. લેખકે કહ્યું કે દરેક વ્યક્તિ તેને ખરીદી શકે છે, ગરીબ પણ ચાંદી ખરીદી શકે છે. તેથી, હવે ચાંદીમાં રોકાણ કરો.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp