ઈંટ વિનાના ફ્લેટ્સની અનેક વિશેષતા, જાણો આખરે શું છે મિવાન શટરિંગ ટેક્નિક
ઈંટ ઈંટ જોડીને અમે પોતાનું ઘર બનાવ્યું છે, જ્યારે પણ ઘરની વાત થાય છે તો લોકો મોટા ભાગે એમ કહે છે, પરંતુ બદલાતા જમાનામાં વસ્તુઓ ખૂબ બદલાઈ રહી છે. હવે કન્સ્ટ્રક્શનની એક એવી ટેક્નિક આવી ગઈ છે, જેમાં ઇન્ટની જરૂરિયાત સમાપ્ત થઈ જાય છે. થોડા સમય માટે તમે વિચારશો કે ઈંટ વિના કન્સ્ટ્રક્શન કેવી રીતે સંભવ છે? પરંતુ એ હકીકત છે કેમ કે મિવાન ટેક્નિકથી એવું સંભવ થયું છે. ખાસ વાત એ છે કે આ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીથી બનેલા મકાન વધુ મજબૂત બતાવવામાં આવે છે.
ભારતીય રિયલ એસ્ટેટ બજારમાં વધતી માગને સમય પર પૂરી કરવું ડેવલપર્સ માટે એક મોટો પડકાર છે. નિર્માણ પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને આધુનિક બનાવવા માટે ડેવલપર્સ નવી કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેના માટે તેઓ મિવાન ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. આવો તો અમે તમને બતાવીએ કે આખરે શું હોય છે ભવન નિર્માણ માટે આ ટેક્નિક અને તેની શું શું છે વિશેષતા.
શું છે મિવાન શટરિંગ ટેક્નિક?
મિવાન શટરિંગ એક એડવાન્સ ફોર્મવર્ક સિસ્ટમ છે. જેનો ઉપયોગ મજબૂત કોન્ક્રિટ ઇમારતોના નિર્માણ માટે કરવામાં આવે છે. તેમાં ભવનનું બેઝિક સ્ટ્રક્ચર તૈયાર કરવા માટે એલ્યુમિનિયમ પેનલ અને એક્સટ્રૂડેટ પ્રોફાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની આ સિસ્ટમ ઓછા સમયમાં નિર્માણને પૂરું કરે છે, જેથી ઓછા સમયમાં રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ બિલ્ડિંગ પ્રોજેક્ટ ડીલિવર થાય છે. મિવાન કન્સ્ટ્રક્શનમાં દીવાલને મજબૂત કરનાર સ્ટીલનો ઉપયોગ બિલ્ડિંગને એક ઢાંચો આપવા અને કોન્ક્રિટના સપોર્ટ માટે કરવામાં આવે છે.
તેના માટે કારખાનામાં તૈયાર એલ્યુમિનિયમ ફોર્મવર્ક સ્ટીલની જાળી સીધા કન્સ્ટ્રકશન સાઇટ પર સ્થાપિત કરવામાં આવે છે. જો કે, પારંપરિક રીતે તૈયાર ભવન નિર્માણ પરિયોજનાઓને પૂરી કરવામાં ખૂબ સમય અને શ્રમ લાગે છે. તો કોઈ કારણથી મોડું થવા પ્રોજેક્ટનો ખર્ચ પણ વધી જાય છે, પરંતુ મિવાન શટરિંગ કન્સ્ટ્રક્શન પ્રોસેસથી આ પડકારોને પહોંચીવળવામાં મદદ મળે છે.
મિવાન ટેકનોલોજીના ફાયદા:
આ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજી બિલ્ડિંગને વધુ ભૂકંપ પ્રતિરોધી અને ટકાઉ બનાવે છે. જો કે, જોઇન્ટસની સંખ્યા ઓછી હોય છે એટલે ભવનમાં લીકેજ ઓછું થાય છે એટલે વધુ મેન્ટેનેન્સની જરૂરિયાત હોતી નથી.
મિવાન કન્સ્ટ્રક્શનમાં હાઇ ક્વાલિટીના એલ્યુમિનિયમનો ઉપયોગ ભવનને વધુ મજબૂતી આપે છે.
ઘર બનાવવાની પારંપરિક રીતોની તુલનામાં મિવાન શટરિંગ નિર્માણ પ્રોસેસમાં 30-50 ટકાની તેજી આવે છે. તેનું પરિણામ એ આવે છે કે હાઉસિંગ પ્રોજેક્ટ્સ જલદી તૈયાર થાય છે.
આ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં વધુ કારપેટ એરિયા નીકળવાની સંભાવના હોય છે. તેમ પ્લસ્ટરિંગની પણ જરૂરિયાત હોતી નથી.
દેશમાં ઘણા બિલ્ડર્સ હવે મિવાન ટેક્નોઓજી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. જો કે આ ટેક્નિકથી બનેલા ઘર અને અપાર્ટમેન્ટની કિંમત પારંપરિક રૂપે તૈયાર કરેલા ઘરની તુલનામાં વધારે હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp