દિલ્હીમાં આ એરપોર્ટ પર બની રહ્યો છે દેશનો સૌથી મોટો મોલ

દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે બની રહેલા એરોસિટીમાં દેશનો સૌથી મોટો મોલ બની રહ્યો છે. જે 28 લાખ સ્કેવર ફુટમાં હશે અને 2027 સુધીમાં તૈયાર થઇ જશે. અત્યારે દેશમાં સોથી મોટો મોલ કોચીમાં લુલુ ગ્રુપનો છે જે 21.11 લાખ સ્કેવર ફુટમાં ફેલાયેલો છે.

લુલુ ગ્રુપે થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે ગુજરાતમા તેઓ દેશનો સૌથી મોટો મોલ બનાવી રહ્યા છે, જેમાં 4,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, પરંતુ હવે એ વાત સામે આવી છે કે ભારતી રિયાલીટી ગ્રુપ દ્રારા IGI એરપોર્ટ પાસે દેશનો સૌથી મોટો બનવાના છે, જેમાં 8,000 કાર એકા સાથે પાર્ક થઇ શકશે. ભારતી રિયાલીટી ગ્રુપ એરોસિટી બનાવી રહ્યું છે જેમાં આ મોલ હશે. 5 વર્ષમાં એરોસિટી 8 ગણું મોટું થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp