છટણીથી બમ્પર નફો મેળવનાર કંપની! શેર આસમાને પહોંચ્યા, રતન ટાટા સાથે ખાસ સંબંધ
લોકપ્રિય કોફીહાઉસ ચેઈન સ્ટારબક્સે CEO લક્ષ્મણ નરસિમ્હનને બહારનો રસ્તો બતાવ્યો છે. જ્યારથી તેમણે કંપનીના CEO પદની જવાબદારી સંભાળી છે, ત્યારથી સ્ટારબક્સના વેચાણમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્ટારબક્સ ખાતે નરસિમ્હનના રોકાણ દરમિયાન, કંપનીનું માર્કેટ કેપ 40 બિલિયન ડૉલર ઘટી ગયું હતું. હવે કંપનીએ તેમની જગ્યાએ બ્રાયન નિકોલને જવાબદારી સોંપી છે. નિકોલનું નામ સામે આવ્યા પછી સ્ટારબક્સના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. રોકાણકારોએ ક્યારેય સ્ટારબક્સના શેર પર એટલું ધ્યાન આપ્યું નથી જેટલું છેલ્લા ટ્રેડિંગ સેશનમાં આપ્યું હતું.
લક્ષ્મણ નરસિમ્હનની હકાલપટ્ટી પછી સ્ટારબક્સે ચિપોટલ મેક્સીકન ગ્રિલ ઇન્ક.ના મુખ્ય કાર્યકારી અધિકારી બ્રાયન નિકોલને તેના નવા CEO તરીકે નિયુક્ત કર્યા છે. લક્ષ્મણ નરસિમ્હનના રાજીનામા બાદ સ્ટારબક્સના શેરમાં 25 ટકાનો જબરદસ્ત વધારો થયો હતો, (આ અત્યાર સુધીનો સૌથી વધુ ઉછાળો કહેવાય છે. આ સાથે કંપનીના માર્કેટ કેપમાં 21.4 અબજ ડૉલરનો વધારો થયો છે.) બીજી તરફ, ચિપોટલના શેરમાં 7.5 ટકાનો ઘટાડો થયો હતો, જેણે કંપનીના માર્કેટ કેપમાં 5.7 બિલિયન ડૉલરનો ઘટાડો કર્યો હતો.
ઘણા વિશ્લેષકોએ નિકોલને અમેરિકાની શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ CEO ગણાવ્યા છે. બ્લૂમબર્ગ ઈન્ટેલિજન્સનાં માઈકલ હેલેને કહ્યું કે, આ નિમણૂક એકદમ સ્પષ્ટ છે. ઓપેનહાઇમર એન્ડ કંપનીના બ્રાયન બિટનરે જણાવ્યું હતું કે, નિકોલ સ્ટારબક્સ માટે 'ડ્રીમ હાયરિંગ' છે. બ્રાયન નિકોલની નિમણૂકની જાહેરાતના થોડાક જ કલાકોમાં શેરનું રેટિંગ ચાર ગણું વધાર્યું હતું. ચીપોટલ અને યમ બ્રાન્ડની માલિકી ધરાવતી ટેકો બેલમાં મુખ્ય હોદ્દા પર રહીને નિકોલે તેના કામ માટે ઘણી પ્રશંસા મેળવી હતી.
માર્ચ 2018થી, જ્યારે નિકોલે ચિપોટલના CEO પદની જવાબદારી સંભાળી. ત્યારથી કંપનીના શેર 773 ટકા વધ્યા છે. આ સમયગાળા દરમિયાન, સ્ટારબક્સના શેરમાં માત્ર 35 ટકા વધારો થયો છે, જ્યારે S&P 500 99 ટકા વધ્યો છે. TD કોવેન નિષ્ણાત એન્ડ્રુ ચાર્લ્સ કહે છે, 'સ્ટારબક્સે ખૂબ જ સફળ રેસ્ટોરન્ટના CEO ઉમેર્યા છે. તેમનું CEO અને ચેરમેન બનવું દર્શાવે છે કે કંપની નવા યુગમાં પ્રવેશી રહી છે.' ચાર્લ્સે Starbucksનું રેટિંગ હોલ્ડથી બાય બદલ્યું છે. તેમણે કહ્યું કે ચિપોટલને પુનઃજીવિત કરવા માટે જે ઘણી વસ્તુઓ કરવામાં આવી હતી તે સ્ટારબક્સ દ્વારા પણ કરવાની જરૂર છે.'
ભારતમાં સ્ટારબક્સ બિઝનેસ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ દ્વારા સંચાલિત થાય છે. ટાટા ગ્રુપે ભારતમાં સ્ટારબક્સની ફ્રેન્ચાઈઝી મેળવી છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે સ્ટારબક્સ બ્રાન્ડને દેશમાં મોટા પાયે ગ્રાહકોમાં લોકપ્રિય બનાવી છે. ગ્રુપે દેશના વિવિધ શહેરોમાં તેના ઘણા આઉટલેટ ખોલ્યા છે. ભારતમાં સ્ટારબક્સ બિઝનેસનું સંચાલન કરતી કંપનીનું નામ ટાટા સ્ટારબક્સ પ્રાઇવેટ લિમિટેડ છે. તે અગાઉ ટાટા સ્ટારબક્સ લિમિટેડ તરીકે ઓળખાતું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp