સિંઘાનિયાની પત્ની નવાઝે જણાવ્યું તેને સંપત્તિનો 75 ટકા ભાગ કેમ જોઈએ છે

PC: zeenews.india.com

રેમન્ડ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની વચ્ચેનો વિવાદ ઉકેલાયો નથી. ફરી એકવાર નવાઝ મોદીએ આ અંગે ખુલીને વાત કરી છે. મીડિયા સૂત્રો સાથે વાત કરતી વખતે નવાઝ મોદીએ કહ્યું કે, તેમના સસરા ડૉ. વિજયપત સિંઘાનિયાએ છૂટાછેડાની તેમની માંગને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, તેમને કુલ સંપત્તિના 50 ટકા મળવા જોઈએ. આ સાથે નવાઝ મોદીએ ગૌતમ સિંઘાનિયા પર નવો આરોપ લગાવ્યો છે.

 

ગુરુવારે મીડિયા સૂત્રો સાથે વાત કરતા નવાઝ મોદીએ કહ્યું કે ડૉ.વિજયપત સિંઘાનિયાએ કહ્યું છે કે, મને કુલ સંપત્તિના 50 ટકા મળવા જોઈએ, પરંતુ નવાઝ મોદી કહે છે કે, તેમને માત્ર 25 ટકા જ જોઈએ છે. બાકીના 25 ટકા પુત્રી નિહારિકા માટે અને 25 ટકા તેમની પુત્રી નિસા માટે જરૂરી છે. નવાઝ મોદીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, કંપનીના ફંડનો ઉપયોગ સિંઘાનિયાના અંગત ફાયદા માટે કરવામાં આવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૌતમ સિંઘાનિયા અને નવાઝ મોદી વચ્ચે છૂટાછેડાનો મામલો જાન્યુઆરીમાં સામે આવ્યો હતો, પરંતુ અલગ થયા પછી નવાઝ મોદીએ ગૌતમ સિંઘાનિયાની અંદાજિત નેટવર્થ 1.4 બિલિયન ડૉલરના 75 ટકાની માંગણી કરી હતી, જેના પછી છૂટાછેડાનો આ વિવાદ વધ્યો હતો. જ્યારે ગૌતમ સિંઘાનિયા અને નવાઝ મોદીએ ગયા વર્ષે નવેમ્બરમાં જ જાહેરમાં અલગ થવાની જાહેરાત કરી હતી.

 

જાન્યુઆરીમાં છૂટાછેડાને લઈને વિવાદ ત્યારે વધી ગયો, જ્યારે નવાઝ મોદીએ સિંઘાનિયા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા અને તેમના પર મારપીટનો આરોપ લગાવ્યો. જ્યારે રેમન્ડ પ્રમુખે પરિસ્થિતિ પર ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. પત્ની નવાઝ મોદીએ આરોપ લગાવ્યો હતો કે, તેમના પતિએ તેમને માર માર્યો હતો, લાત મારી હતી અને ઘસેડી. તેણે એમ પણ કહ્યું હતું કે, તેની પુત્રી નિહારિકાને સિંઘાનિયાએ 15 મિનિટ સુધી મુક્કાઓ માર્યા હતા.

 

અહીં તમને જણાવી દઈએ કે, લગ્નના 32 વર્ષ પછી સિંઘાનિયા અને પત્ની નવાઝ મોદીએ અલગ થવાની જાહેરાત કરી હતી. મીડિયા અહેવાલો અનુસાર, સિંઘાનિયાની કુલ સંપત્તિ લગભગ 1.4 બિલિયન ડૉલર છે, જેનો મોટો હિસ્સો રિયલ એસ્ટેટ હોલ્ડિંગનો છે. દક્ષિણ મુંબઈમાં JK હાઉસ તેમના નામે છે, જેની અંદાજિત કિંમત 6000 કરોડ રૂપિયા છે. આ 30 માળની ભવ્ય ઇમારત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp