સુરતમાં બની રહ્યો છે એલિવેટેડ રોડ,આસપાસના વિસ્તારોને રેલવે સ્ટેશન સાથે જોડશે
કેન્દ્રીય રાજ્ય રેલવે મંત્રી અને સુરતના સાંસદ દર્શના જરદોશે જાહેરાત કરી છે કે સુરતમાં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન હબનું નિર્માણ થવાનું છે જેને કારણે સુરતના અનેક લોકોને મોટો ફાયદો થશે. આ મોડલ બની રહ્યું છે તેમાં એલિવેટેડ રોડ બનશે અને તે સીધો સુરતના રેલવે સ્ટેશન સાથે જોડશે.
मल्टीमॉडल ट्रांसपोर्टेशन हब, सूरत में बनने वाली 'एलिवेटेड रोड' की विशेषताएं एवं उपयोगिता...
— Darshana Jardosh (@DarshanaJardosh) January 7, 2024
इस 'एलिवेटेड रोड' की कुल लंबाई 5,479 मीटर होगी...
🔸 एलिवेटेड रोड मल्टीमॉडल ट्रांसपोर्टेशन हब के आसपास यातायात को नियंत्रित करेगी...
🔸 एक मल्टीमॉडल ट्रांसपोर्टेशन हब आसपास के सभी… https://t.co/UR3MRqqXzt pic.twitter.com/z7qTsaJcE2
સુરતના સાંસદ અને કેન્દ્રી રાજ્ય રેલવે મંત્રી દર્શના જરદાશે પોતાના x પ્લેટફોર્મ અને ફેસબુક પેજ પર જાણકારી આપી છે કે, સુરતમાં પણ અમદાવાદની જેમ જ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન હબનું નિર્માણ થવાનું છે. તેમણે કહ્યું છે કે સુરતમાં જે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનશે તેમાં એલિવેટેડ રોડનું પણ નિર્માણ કરવામાં આવશે. આ એલિવેટેડ રોડ બનાવવા માટે અંદાજે 496 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. મંત્રીએ કહ્યુ કે, લોકોને ફાયદો એ રીતે થશે કે એલિવેટેડ રોડ બનવાને કારણે આસપાસના જે વિસ્તારો છે તે સીધા સુરત રેલવે સ્ટેશન સાથે જોડાઇ જશે.
કેન્દ્રીય રાજ્ય રેલવે મંત્રી દર્શના જરદોશે જણાવ્યું છે કે સુરતના લોકોની વર્ષોની માંગ હતી જે હવે સાકાર થવા જઇ રહી છે અને સુરતના વિકાસનું પ્રતિક બનશે. તેમણે કહ્યું કે સુરતમાં બનનારા મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશન હબમાં એલિવેટેડ રોડના વિકાસને સૈધ્ધાંતિક મંજૂરી મળી ગઇ છે. તેમણે આગળ કહ્યું કે, ટોટલ 496.88 કરોડની રકમનો ખર્ચ થવાનો છે, જેમાંથી 63 ટકા રકમ કેન્દ્રીય રેલવે મંત્રાલય ફાળવશે. આ એલિવેટેડ રોડ ઇને મલ્ટીમોડલ ટ્રાન્સોપર્ટેશન હબ એ ઇન્ટરનેશશનલ લેવલનું હશે.
મંત્રી દર્શના જરદોશે કહ્યું કે, આ એલિવેટેડ રોડની કુલ લંબાઇ 5,479 મીટર હશે. આને કારણે ફાયદો એ થશે કે આસપાસનો ટ્રાફિક નિયંત્રણમાં આવશે. સુરતમાં બની રહેલા મોડલ રેલવે સ્ટેશનના વિકાસમાં પણ મદદ મળશે. તેમણે કહ્યુ કે આ રોડ બનવાને કારણે લોકોનો સમય બચશે. ઇંધણની બચત થઇ શકશે અને પ્રદુષણ ઘટાડવામાં પણ મદદ મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp