યુરોપમાં 'ચાઈનીઝ વસ્તુ'ની અસર,દુનિયામાં કાર વેચતી કંપનીને ફેક્ટરી બંધ કરવાની ફરજ

PC: uk.finance.yahoo.com

ફોક્સવેગન, વિશ્વની સૌથી મોટી કાર કંપનીઓમાંની એક, તેના 87 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જર્મનીમાં તેની કેટલીક ફેક્ટરીઓ બંધ કરવાનું વિચારી રહી છે. ચીની ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદકોની વધતી સ્પર્ધા વચ્ચે કંપનીએ ખર્ચ ઘટાડવા માટે આ પગલું ભરવું પડશે. આ સાથે ફોક્સવેગન 1994થી મજૂર યુનિયનો સાથેના રોજગાર સુરક્ષા કરારને પણ સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે. ફોક્સવેગન ગ્રુપના CEO ઓલિવર બ્લુમે કહ્યું છે કે, યુરોપીયન ઓટોમોટિવ ઉદ્યોગ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે. આર્થિક વાતાવરણ વધુ મુશ્કેલ બન્યું છે અને નવા સ્પર્ધકો યુરોપિયન માર્કેટમાં પ્રવેશી રહ્યા છે. મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશન તરીકે સ્પર્ધાત્મકતાના સંદર્ભમાં જર્મની પાછળ રહી ગયું છે.

ફોક્સવેગન, જેણે ગયા વર્ષના અંતમાં તેના ખર્ચમાં 10 બિલિયન યુરો (11.1 બિલિયન ડૉલર)નો ઘટાડો કરવાની યોજના શરૂ કરી હતી. કંપની માટે ચીન સૌથી મોટું બજાર છે, પરંતુ હવે તે ત્યાંનો બજારહિસ્સો ઝડપથી ગુમાવી રહ્યું છે. આ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, ચીનમાં ફોક્સવેગનની ડિલિવરી 2023ના સમાન સમયગાળાની સરખામણીમાં 7 ટકા ઘટી છે. ગ્રુપ ઓપરેટિંગ નફો 11.4 ટકા ઘટીને 10.1 બિલિયન યુરો (11.2 બિલિયન ડૉલર) થયો.

ચીનમાં ફોક્સવેગનનું પ્રદર્શન નબળું પડ્યું છે, કારણ કે કંપની સ્થાનિક EV બ્રાન્ડ્સ, ખાસ કરીને BYD સાથે સ્પર્ધા કરવા માટે સંઘર્ષ કરી રહી છે. BYD પણ યુરોપમાં ફોક્સવેગનના વ્યવસાય માટે વધુને વધુ જોખમ બની રહ્યું છે. ગયા મહિને વિશ્લેષકો સાથે વાત કરતાં બ્લુમે કહ્યું હતું કે, 'અમારું મુખ્ય ધ્યાન ખર્ચમાં ઘટાડા પર છે. અમે તમામ સંગઠનાત્મક પગલાં લીધાં છે. અને હવે તે માત્ર ખર્ચ, ખર્ચ અને ખર્ચની જ બાબત છે. તેમણે કહ્યું કે, અમારું ધ્યાન ફેક્ટરીઓ, સપ્લાય ચેઇન અને મજૂર ખર્ચમાં આયોજિત ઘટાડા પર છે.

ફોક્સવેગનની કોસ્ટ-કટીંગ યોજનાઓને શ્રમ પ્રતિનિધિઓ તરફથી સખત વિરોધનો સામનો કરવો પડશે જેઓ કંપનીના સુપરવાઇઝરી બોર્ડમાં લગભગ અડધી બેઠકો ધરાવે છે, જે એક્ઝિક્યુટિવ મેનેજરોની નિમણૂક કરે છે. IG મેટલે, જર્મનીના સૌથી શક્તિશાળી યુનિયનોમાંના એક, સોમવારે કંપનીની નબળી પરિસ્થિતિ માટે ગેરવહીવટને દોષી ઠેરવ્યો અને નોકરીઓની સુરક્ષા માટે લડવાનું વચન આપ્યું. IG મેટલના મુખ્ય વાટાઘાટકાર થોર્સ્ટન ગ્રૉગરે જણાવ્યું હતું કે, બોર્ડે એક બેજવાબદારીભરી યોજના રજૂ કરી છે, જે ફોક્સવેગનના પાયાને હચમચાવી નાખે છે, નોકરીઓ અને સ્થાનો માટે મોટા પાયે ખતરો ઉત્પન્ન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp