શાર્ક ટેન્ક ઈન્ડિયાની નવી સિઝનમાં જજ તરીકે એક નવો ચહેરો દેખાશે, જાણો કોણ છે?
ટેલીવિઝન પર પોપ્યુલર થયેલો રિયાલિટી શો શાર્ક ઇન્ડિયાની ત્રીજી સિઝન ટુંક સમયમાં ફરી આવી રહી છે અને આ શોમાં જજની ખુરશી પર તમને એક નવો ચહેરો જોવા મળશે. શાર્ક ઇન્ડિયા સિઝન-3માં જજ તરીકે OYOના ફાઉન્ડર રિતેશ અગ્રવાલ જોવા મળશે. અગ્રવાલે પોતે ટ્વીટ કરીને આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે.
શાર્ક ટેન્ક ઇન્ડિયાની આ ત્રીજી સીઝન હશે. આ અમેરિકન શો 'શાર્ક ટેન્ક'નું ભારતીય રૂપાંતરણ છે. આ શો ઉભરતા સાહસિકોને તેમના ઉત્પાદનો અને સેવાઓને રોકાણકારો અને શાર્કની પેનલમાં રજૂ કરવાની તક આપે છે.
એ પછી શાર્ક્સ એન્ટરપ્રિન્યોર કંપનીઓમાં રોકાણ કરવાનો નિર્ણય લે છે. શાર્ક ટેંક ઇન્ડિયાની પહેલી સિઝન ડિસેમ્બર 2021થી ફેબ્રુઆરી 2022 સુધી, બીજી સિઝન જાન્યુઆરી 2023થી માર્ચ 2023 સુધી ચાલી હતી, હવે નવી સિઝનની તૈયારી થઇ ગઇ છે.
OYOના યુવાન ફાઉન્ડર રિતેશ અગ્રવાલે પોસ્ટમાં લખ્યું છે કે જ્યારે મેં મારી પોતાની એન્ટરપ્રિન્યોર જર્ની શરૂ કરી હતી, તે વખતે રિસોર્સીઝ મળવા ખુબ મુશ્કેલ હતા. જો કે ઇકો સિસ્ટમ એટલેકે મેન્ટર્સ અને અન્ય ફાઉન્ડર્સ ખુબ ઉદાર હતા, જેમણે મને ખુબ મદદ કરી જેને કારણે મારી જર્ની આસાન થઇ ગઇ હતી.
રિતેશ અગ્રવાલે આગળ લખ્યું કે મેં ગણા સ્ટાર્ટઅપ્સને સહયોગ કર્યો છે. અનેક એન્ટરપ્રિન્યોરને માર્ગદર્શન આપ્યું છે. આખા ભારતમાં સ્મોલ બિઝનેસને સહાય કરી છે અને જ્યારે પણ સંભવ બન્યું છે ત્યારે એ ક્મ્યુનિટીને દિલથી મદદ કરી છે, જેઓ મારા શરૂઆતના દિવસોમાં મારી સાથે ઉભા હતા. રિતેશે કહ્યુ કે હું શાર્ક ટેંક ઇન્ડિયા સિઝન-3નો એક નાનકડો હિસ્સો બનવા જઇ રહ્યો છું.
રિતેશે એક તસ્વીર પણ શેર કરી છે જેમાં શાર્ક ટેંક ઇન્ડિયાના શાર્ક્સ એટલે જજ સાથે જોવા મળી રહ્યા છે. બોટના કો- ફાઉન્ડર, અમન ગુપ્તા, Shaadi.comના ફાઉન્ડર અનુપમ મિત્તલ, શુગર કોસ્મેટિક્સની CEO વિનિતા સિંહ અને લેંસકાર્ટના ફાઉન્ડર પીયુષ બંસલ નજરે પડી રહ્યા છે.
માત્ર 29 વર્ષના રિતેશ અગ્રવાલે વર્ષ 2013માં પોતાની કંપની OYO રૂમ્સ લોંચ કરી હતી. એ પહેલા રિતેશ ફેલોશિપ પ્રોગ્રામના વિજેતા બન્યા હતા, જેમાં તેમને 8 લાખ 30 હજાર 3500 રૂપિયાની ગ્રાન્ટ મળી હતી, જે પૈસાથી તેમણે OYOની શરૂઆત કરી હતી.
રિતેશ અગ્રવાલે શેર કરેલી તસ્વીરમાં નમિતા થાપર નથી, પરંતુ જાણવા મળેલી માહિતી મુજબ નમિતા સિઝન-3માં જજ તરીકે સામેલ હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp