ગૂગલની નવી બેંગલુરુ ઓફિસનું ભાડું મહિને આટલા કરોડ રૂપિયા છે

PC: newsable.asianetnews.com

ગૂગલે વ્હાઇટફિલ્ડ, બેંગલુરુમાં 6,49,000 ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ લીધી છે. આ માટે તેણે 62 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના દરે ત્રણ વર્ષ માટે લીઝ પર હસ્તાક્ષર કર્યા છે. આ મોટી ટેક કંપનીનો હેતુ હૈદરાબાદ અને બેંગલુરુ જેવા મોટા શહેરોમાં તેની ઓફિસ સ્પેસ વિસ્તરણ કરીને ભારતમાં તેની હાજરીને મજબૂત કરવાનો છે.

Googleએ બેંગલુરુના વ્હાઇટફિલ્ડમાં એલેમ્બિક સિટી ખાતે 6,49,000 ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ માટે લીઝ પર હસ્તાક્ષર કર્યા છે. ત્રણ વર્ષના લોક-ઇન સમયગાળા માટે આ જગ્યાનું માસિક ભાડું રૂ. 62 પ્રતિ ચોરસ ફૂટ છે. એટલે કે માસિક ભાડાની રકમ લગભગ 4 કરોડ રૂપિયા હશે. ડીલ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભારતમાં તેની હાજરી વધારવા માટે Googleની વ્યૂહરચનાનો એક ભાગ છે.

એક સૂત્રએ જણાવ્યું કે, ગૂગલે મુખ્ય શહેરોમાં પોતાની હાજરીને મજબૂત કરવાની તૈયારીના ભાગરૂપે આ પગલું ભર્યું છે. 2022માં, Googleની પેટાકંપની Google Connect Services Indiaએ હૈદરાબાદમાં લગભગ 6,00,000 ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ માટે તેના ભાડા કરારનું નવીકરણ કર્યું. આ ઉપરાંત, કંપનીએ બેંગલુરુમાં 13 લાખ ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ લીઝ પર આપવા માટે બાગમને ડેવલપર્સ સાથે કરાર કર્યો હતો.

અન્ય એક સૂત્રએ જણાવ્યું કે, '2020થી ભારતમાં ગૂગલના ઓફિસ સ્પેસ પોર્ટફોલિયોમાં 35 લાખ ચોરસ ફૂટનો વધારો થયો છે.' તેમણે જણાવ્યું હતું કે, કંપનીની ભારતમાં પાંચ શહેરોમાં હાજરી છે, જે રિયલ એસ્ટેટ ફૂટપ્રિન્ટના 93 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલી છે.'

ગૂગલ ભારતમાં મોટા પાયે રોકાણ કરવાની યોજના ધરાવે છે. આમાં તમિલનાડુમાં ફોક્સકોનની ફેક્ટરીમાં સ્માર્ટફોન અને ડ્રોનનું ઉત્પાદન શરૂ કરવાનો સમાવેશ થાય છે. Google ભારતમાં Pixel 8 મોડલ સાથે Pixel સ્માર્ટફોનનું ઉત્પાદન શરૂ કરવાની યોજના ધરાવે છે.

ગૂગલે આ મહિનાની શરૂઆતમાં એક બ્લોગ પોસ્ટમાં કહ્યું હતું કે, 'ભારત પિક્સેલ સ્માર્ટફોન માટે પ્રાથમિકતાનું બજાર છે. અમે અમારા સર્વશ્રેષ્ઠ હાર્ડવેર અને અંતર્ગત સોફ્ટવેર ક્ષમતાઓને સમગ્ર દેશમાં લોકો સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ.'

ભારતીય ઓફિસોમાં સ્થાનિક લોકો માટે રોજગાર વધવાની અપેક્ષા છે. IT કંપનીઓ રોગચાળા પછી ફરીથી ઓફિસમાંથી કામ કરવાનું શરૂ કરી રહી છે. મોટા એન્ટરપ્રાઇઝ ક્લાયન્ટ્સ આગામી વર્ષમાં ફ્લેક્સિબલ વર્કસ્પેસની માંગમાં વધારો જોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp