જેને નોકરી નહોતી મળી એ જ યુવાને કોકા-કોલા ખરીદી લીધેલી
કોકા-કોલાની શોધ અમેરિકાના એક પૂર્વ સૈનિકે કરી હતી. 1886માં જ્યારે અમેરિકામાં ગૃહ યુદ્ધ ચાલતુ હતું તે વખતે પિંબરટન નામના એક લેફટન્ટ કર્નલ ઘવાયા હતા. એ પછી તેમણે આર્મીની નોકરી છોડીને એટલાન્ટા ગયા. તેમને અમેરિકાનો રોબન્સન મળ્યો અને બંનેએ ભેગા થઇને સોડા ફાઉન્ટેન નામથી શોપ શરૂ કરી હતી. જેમાં લીંબુ સોડા અને અન્ય ફ્લેવર વેચાતી. પિંબરટને કોકાના પાંદડા અને કોલાના બ્રીજ ભેગા કરીને સિરપ તૈયાર કર્યું. રોબિન્સને કોકા-કોલા નામ આપ્યું. એ પછી કોકા-કોલા લોકપ્રિય થવા માંડ્યું.
1988માં પિંબરટનનું નિધન થયું. જ્યારે પિંબરટન જીવત હતા ત્યારે 21 વર્ષનો યુવાન આસા ગ્રિગ્સ કેડંલર પિંબરટન પાસે નોકરી માંગવા આવ્યો હતો. પરંતુ તે વખતે પિંબરટને ના પાડી હતી. એ પછી કેંડલર એટલો અમીર થઇ ગયો કે પિંબરટનના નિધન પછી તેણે કોકા- કોલા કંપની ખરીદી લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp