વિશ્વની મોટી કંપનીએ ચીન છોડવાની કરી તૈયારી! કર્મચારીઓને આ આદેશ મોકલી આપ્યો

PC: tv9hindi.com

વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની માઇક્રોસોફ્ટે ચીનમાં પોતાના કર્મચારીઓને અન્ય દેશોમાં શિફ્ટ થવા માટે કહી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ ચીનમાં ક્લાઉડ-કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ-ઈન્ટેલિજન્સ ઑપરેશનમાં રોકાયેલા લગભગ 700 થી 800 લોકોને વિદેશમાં સ્થળાંતર કરવાનું વિચારવા માટે કહ્યું છે. ચીનમાં કંપનીનો મોટા ભાગનો સ્ટાફ સ્થાનિક એન્જિનિયરો છે. કંપનીએ આ લોકોને અમેરિકા, આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ આપ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલા તણાવને કારણે માઇક્રોસોફ્ટે આ પગલું ભર્યું છે. USAની બાઇડેન સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) બેટરી, કોમ્પ્યુટર ચિપ્સ અને મેડિકલ પ્રોડક્ટ્સ સહિત વિવિધ ચીની ચીજવસ્તુઓ પર કડક કાર્યવાહી કરી છે.

માઈક્રોસોફ્ટના પ્રવક્તાએ કહ્યું કે, તેના કર્મચારીઓને આ પ્રકારની તકો આપવી એ કંપનીના વૈશ્વિક બિઝનેસનો એક ભાગ છે. તેમણે એ વાતની પુષ્ટિ કરી કે, કંપનીએ તેના કર્મચારીઓને વિદેશમાં સ્થળાંતર કરવાનો વિકલ્પ આપ્યો છે. આ મહિનાની શરૂઆતમાં, એવું નોંધવામાં આવ્યું હતું કે, US વાણિજ્ય વિભાગ માલિકી અથવા બંધ સ્ત્રોત AI મોડલ્સની નિકાસને પ્રતિબંધિત કરવા માટે નવા નિયમો પર વિચાર કરી રહ્યું છે. જોકે, કંપનીના પ્રવક્તાનું કહેવું છે કે, માઇક્રોસોફ્ટ આ ક્ષેત્ર માટે પ્રતિબદ્ધ છે અને ચીનમાં કામ કરવાનું ચાલુ રાખશે. માર્કેટ કેપ દ્વારા માઇક્રોસોફ્ટ વિશ્વની સૌથી મોટી કંપની છે. તેનું માર્કેટ કેપ 3.144 ટ્રિલિયન ડૉલર છે.

વિશ્વના બે સૌથી મોટા અર્થતંત્ર ધરાવતા દેશો અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. પરંતુ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બનેલી એક ઘટનાએ બંને દેશોને ખુબ દૂર ધકેલી દીધા છે. એક ચાઈનીઝ બલૂન અમેરિકા પર ફરતું હતું. અમેરિકાએ ચીન પર જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, ચીને કહ્યું કે, તે હવામાન માપતો બલૂન હતો, જે ઉડીને અમેરિકા પહોંચ્યો હતો. પરંતુ અમેરિકાએ આ ઘટનાને ગંભીરતાથી લીધી અને ચીનની ઘણી કંપનીઓ પર નિયંત્રણો લાદી દીધા. આ ઘટના પછીથી ચીનના ખરાબ દિવસો શરૂ થઈ ગયા હતા.ચીન દેશની અર્થવ્યવસ્થા ઘણા મોરચે સંઘર્ષ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp