Goldman Sachsની લાખો રૂપિયાની નોકરી છોડી યુવાને શરૂ કર્યો ઇડલીનો બિઝનેસ

PC: thebetterindia.com

બેંગલુરુના યુવાન કૃષ્ણન મહાદેવ ઐયરે દુનિયાની સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ બેંકર Goldman Sachsની લાખો રૂપિયાની નોકરી છોડીને પોતાના પિતાનો ઇડલીનો બિઝનેસ સંભાળ્યો અને ઉચાઇએ પહોંચાડ્યો છે.

કૃષ્ણન મહાદેવનના પિતાની વર્ષ 2000માં નોકરી છુટી ગઇ હતી અને તેમણે ઘરેથી જ ઢોસા અને ઇડલી માટે ખીરુ વેચવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2001માં તેમણે બેગંલુરુમાં એક નાનકડી દુકાન શરૂ કરી અને ગરમ ગરમ ઇડલી વેચવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2009માં કૃષ્ણનના પિતાનું નિધન થયું એ પછી તેના માતા ઉમાએ ઇડલીનો બિઝનેસ સંભાળ્યો હતો. કૃષ્ણનનું નાનપણથી ઇડલીપ્રિન્યોર બનાવાનું સપનું હતું. તેણે ઘરની ગરીબાઇ જોઇ હતી. પરંતુ કોલેજમાં ભણ્યા પછી નોકરી કરવી જરૂરી હતી. 4 વર્ષ નોકરી કર્યા પછી કૃષ્ણને નોકરી છોડીને ઇડલીનો બિઝનેસ સંભાળ્યો અને આજે દર મહિના 50,000 કરતા વધારે ઇડલીનું વેચાણ થાય છે. બેંગુલુરમાં ઐય્યર ઇડલી જાણીતું નામ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp