આ 5 શેરોએ રોકાણકારોને બનાવ્યા લખપતિ, 200 ટકા રિટર્ન આપ્યું
શેરબજારના જાણકારોનું કહેવું છે કે તમે શેરબજારમાં રોકાણ કરવા માંગતા હો તો મલ્ટીબેગર સ્ટોક્સમાં રોકાણ કરી શકો છો. છેલ્લાં 5 વર્ષના ઉંડા અભ્યાસ પછી જાણકારોએ એવું તારણ કાઢ્યું છે કે શેરબજારમાં કમાણી શેરો ખરીદી કે વેચવાથી નથી થતી, પરંતુ જે લોકો શેરો જાળવી રાખે છે તેને કમાણી થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઘણી વખત પ્રમુખ બેંચમાર્ક ઇન્ડેકસ કરતા પણ વધારે વળતર શેરો હોલ્ડ કરવાથી મળતું હોય છે, જો કે સાથે રોકાણકારોએ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે હોલ્ડ કરવાની રણનીતિ માત્ર ઝીરો ડેબ્ટ એન્ડ હાઇ રિટર્નવાળા કવોલિટી શેરો માટે જ સફળ થઇ શકે છે.
રેલિગેર બ્રોકીંગે આવા 5 શેરોની પસંદગી કરી છે જેમાં કંપની પર કોઇ દેવું નથી, પરંતુ છેલ્લાં 5 વર્ષમાં બેંચમાર્ક કરતા વધારે રિટર્ન આપ્યું છે.
ડો. ડિવીઝ લેબોરેટરી- NSEમાં લિસ્ટેડ આ ફાર્મા સ્ટોકે છેલ્લાં 5 વર્ષોમાં પોતાના રોકાણકારોને એનએસઇ નિફ્ટી કરતા પણ વધારે રિટર્ન આપ્યું છે. છેલ્લાં 5 વર્ષમાં નિફ્ટી 107 ટકા વધ્યો છે, જયારે ડો. ડિવીઝ લેબોરેટરીનો શેર 1160 રૂપિયાથી વધીને 5,024 રૂપિયા સુધી પહોંચી ગયો છે. મતલબ કે 5 વર્ષમાં 209 ટકા વળતર આપ્યું છે.
ઇન્ફોસીસ- છેલ્લાં 5 વર્ષમાં આ આઇટી શેર 495 રૂપિયાથી વધીને 1900 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જેમાં લગભગ 132 ટકાની વૃદ્ધિ થઇ છે. છેલ્લાં 5 વર્ષમાં આ ટી કંપની પણ ઝીરો ડેબ્ટ કંપની છે.
ટીસીએસ- ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (TCS)ના શેરનો ભાવ છેલ્લાં 5 વર્ષમાં 1100 રૂપિયાથી વધીને 4500 રૂપિયા પર પહોંચ્યો છે. આ સમયગાળામાં રોકાણકારોને 99 ટકા રિટર્ન મળ્યું છે.
ઇન્દ્રપ્રસ્થ ગેસ- આ શેરનો ભાવ છેલ્લાં 5 વર્ષમાં 173.69 રૂપિયાથી વધીને 559 રૂપિયા પર પહોંચી ગયો છે. રોકાણકારોને 61 ટકા રિટર્ન આપ્યું છે.
હિંદુસ્તાન યુનિલીવર- છેલ્લાં 5 વર્ષમાં આ શેરનો ભાવ 817 રૂપિયાથી વધીને 2800 રૂપિયા સુધી પહોંચી ગયો છે. રોકાણકારોને 51 ટકા રિટર્ન આપ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp