આ દેશની સૌથી મોંઘી જગ્યાઓ છે જ્યાં કરોડપતિઓ પણ પ્રોપર્ટી ખરીદતા પહેલા વિચારે છે

PC: twitter.com

દેશમાં આવા ઘણા રહેણાંક વિસ્તારો છે, જ્યાં કિંમતો આસમાને પહોંચી ગઈ છે. આમાંથી કેટલીક જગ્યાએ મોટા મોટા કરોડપતિઓ પણ રોકાણ કરી શકતા નથી. આવો આપણે જાણીએ ભારતના વિવિધ વિસ્તારોમાં સૌથી મોંઘી પ્રોપર્ટી ક્યાં જોવા મળે છે. આમ જોઈએ તો ભારત દેશમાં અમીરોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અમીરો વધવાની સાથે સાથે દેશમાં પ્રોપર્ટીના ભાવ પણ વધ્યા છે.

 દેશમાં મોંઘવારી અને પ્રોપર્ટી બંનેની કિંમતો ખુબ ઝડપથી વધી રહી છે. જેના કારણે સામાન્ય માણસનું ઘર બનાવવાનું સપનું અઘરું બની રહ્યું છે. એકવાર તે જમીન ખરીદી પણ લે તો પછી તે લોકો ઘર બનાવવા માટે સંઘર્ષ કરે છે. દેશમાં આવા ઘણા રહેણાંક વિસ્તારો છે, જ્યાં કિંમતો આસમાને પહોંચી ગઈ છે. આમાંથી કેટલીક જગ્યા એવી છે કે જ્યાં, મોટા મોટા કરોડપતિઓ પણ રોકાણ કરી શકતા નથી. કરોડપતિઓ પણ આ સ્થળોએ રોકાણ કરતા પહેલા 10 વાર ચોક્કસથી વિચારશે. અલબત્ત, અમીરોને અનોખા શોખ હોઈ શકે છે અને તેઓ કોઈ પણ વસ્તુને પૈસાથી તોલતા હોઈ શકે છે, પરંતુ ભારતમાં અમુક એવી જગ્યાઓ છે, જ્યાં જમીનના ભાવ સાંભળીને તેમને પરસેવો આવી જાય છે. જાણો ભારતના વિવિધ વિસ્તારોમાં સૌથી મોંઘી પ્રોપર્ટી ક્યાં જોવા મળે છે.

 

આ છે દેશના સૌથી મોંઘા વિસ્તારઃ 99 એકર મુજબ દિલ્હીના પોશ વિસ્તારમાં એક ચોરસ ફૂટ જમીનની કિંમત લાખોમાં છે. આ વિસ્તાર ગોલ્ફ લિંક્સ છે. અહીં પ્રોપર્ટીનો દર 1.62 લાખ રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ છે.

કોલકાતાનું ન્યુ અલીપુર પણ દેશના પોશ વિસ્તારોમાં સામેલ છે. જ્યાં જમીનની કિંમત 76,900 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ આસપાસ છે.

મુંબઈમાં દરિયાની નજીક આવેલા મલબાર હિલ્સમાં 75,742 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના ભાવે જમીન ઉપલબ્ધ છે.

 

હૈદરાબાદના બંજારા હિલમાં પણ સામાન્ય માણસ માટે મિલકત ખરીદવી અશક્ય છે. અહીં પ્રોપર્ટીની કિંમત 72,000 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટ છે.

મુંબઈમાં તાડદેવ વિસ્તારમાં પ્રોપર્ટીનો દર 52 હજાર રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ આસપાસ છે. જો તમે આ વિસ્તારમાં માત્ર 2 BHK ફ્લેટ ખરીદવા જશો, તો તમારે તેના માટે 3 થી 4 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.

આ પછી આવે છે બેંગલુરુનું સદાશિવ નગર. જ્યાં રહેતા લોકો અબજોપતિ છે. અહીં પ્રોપર્ટીનો દર 46 હજાર 500 રૂપિયા પ્રતિ ફૂટ ચાલી રહ્યો છે. ચંદીગઢના સેક્ટર 5માં જમીનનો દર ચોરસ દીઠ રૂ. 29,843 આસપાસ ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp