Patym વોલેટના ખરીદવા માટે આ બે કંપનીઓ લાઇનમાં છે
રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયાએ Patym સામે 31 જાન્યુઆરી 2024ના દિવસે એક્શન લીધા પછી Patym સતત ચર્ચામાં છે. આ કંપનીને ખરીદવા માટે બે જાયન્ટ કંપનીઓ રેસમાં હોવાનું જાણવા મળ્યું છે. એક જિયો ફિયાન્શીઅલ સર્વિસીસ અને બીજી HDFC બેંક
જો કે Patym વોલેટના ખરીદવા માટે ગયા વર્ષે જ જિયો સાથે વાતચીત ચાલતી હતી, પંરતુ કોઇક કારણોસર ડીલ આગળ વધી નહોતી. હવે તાજેતરમાં જ્યારે પેટીએમ વોલેટ ખરીદવા માટે જિયોનું નામ સામે આવ્યું તો કંપનીએ ચોખવટ કરી હતી કે અમે પેટીએમ વોલેટ ખરીદવાના નથી.
રિઝર્વ બેંકના પગલાં પહેલાંથી પેટીએમ વોલેટને HDFC બેકંને વેચી દેવાની વાટાઘાટો શરૂ થઇ હતી.
રિઝર્વ બેંકના એક્શન પછી શેરના ભાવમાં મોટું ગાબડું પડી ગયું છે. પેટીએમના સંચાલકોએ રિઝર્વ બેંક અને નાણાં મંત્રીને મળ્યા હતા. Paytmને 29 ફેબ્રુઆરીથી કામકાજ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેની તારીખ લંબાવવા માટે વિનંતી કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp