આ મોટી IT કંપનીએ કર્મચારીઓને આદેશ આપતા કહ્યું- ઓફિસે નહીં આવો તો તમારી નોકરી જશે

PC: x.com

હવે ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને ઓફિસમાં પાછા બોલાવી રહી છે. ઈન્ફોસીસ, વિપ્રો, TCS જેવી IT કંપનીઓએ પણ પોતાના તમામ કર્મચારીઓને ઓફિસ બોલાવ્યા છે. હવે IT કંપની Cognizantએ પોતાના કર્મચારીઓને કડક આદેશ બહાર પાડ્યા છે. કંપનીએ કહ્યું છે કે, જો કર્મચારીઓ ઓફિસે પાછા નહીં ફરે તો તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી શકે છે.

અનુભવી IT કંપની કોગ્નિઝન્ટે તેના કર્મચારીઓને કડક ચેતવણી આપી છે. કંપનીએ આદેશ બહાર પડ્યો છે કે, કર્મચારીઓ પાસે તેમની નોકરી બચાવવાની છેલ્લી તક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ તેના કર્મચારીઓને કહ્યું છે કે, જો તેણે તેના કર્મચારીઓને ઓફિસ પરત આવવા માટે ઘણી વખત જાણ કરી છે. જો કર્મચારીઓ હજુ પણ આ આદેશનું પાલન નહીં કરે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે. હકીકતમાં, કંપનીએ તેના કર્મચારીઓને પહેલા અઠવાડિયામાં 3 દિવસ ઓફિસ આવવા અને કામ કરવાની સુવિધા આપી હતી. પરંતુ હવે કર્મચારીઓને સંપૂર્ણ રીતે ઓફિસમાંથી કામ કરવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, કંપની તરફથી વારંવાર કોલ કરવા છતાં કર્મચારીઓ ઓફિસ નથી આવી રહ્યા અને ઘરેથી જ કામ કરવા માંગે છે. અગાઉ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને ઈન્ફોસિસ જેવી મોટી સોફ્ટવેર કંપનીઓએ તેમના કર્મચારીઓને ઓફિસમાં બોલાવ્યા હતા.

કોગ્રીજેન્ટે તેના કર્મચારીઓને આ અંગે એક મેઈલ મોકલ્યો છે. જેમાં કંપનીએ લખ્યું છે કે, જો કર્મચારીઓ વારંવારના રિમાઇન્ડર પછી પણ ઓફિસમાં આવીને કામ નહીં કરે, તો તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર, કંપનીમાં લગભગ 3,47,700 કર્મચારીઓ છે. તેમાંથી 2.5 લાખથી વધુ કર્મચારીઓ ભારતમાં કામ કરી રહ્યા છે. કર્મચારીઓના જણાવ્યા અનુસાર, ભારતભરના કેટલાક શહેરોમાં તેમના ઘણા સાથીદારોને HR દ્વારા મૌખિક ચેતવણી આપવામાં આવી છે કે, જો તેમના પ્રોજેક્ટ માટે તેમને થોડા દિવસો માટે ઓફિસમાંથી કામ કરવાની જરૂર હોય તો, તેઓ કામ પર પાછા ઓફિસે આવી જાય. કર્મચારીઓનું કહેવું છે કે ઓફિસમાં પાછા ફરવા માટે કોઈ ચોક્કસ તારીખ આપવામાં આવી નથી, કારણ કે તે પ્રોજેક્ટની જરૂરિયાત પર આધારિત છે.

ઈન્ફોસિસ, વિપ્રો, TCS જેવી અન્ય IT કંપનીઓએ પણ તેમના તમામ કર્મચારીઓને ઓફિસમાં બોલાવ્યા છે. આ કંપનીઓના કર્મચારીઓએ વર્ષ 2023થી આખું અઠવાડિયું ઓફિસમાં આવીને કામ કરવાનું શરૂ કરી દીધું છે. હવે ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને ઓફિસમાં પાછા બોલાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp