આ ઉદ્યોગપતિની છોકરીની સંપત્તિ ઇશા અંબાણી કરતા પણ વધારે છે
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ તાજેતરમાં 40 વર્ષની અંદરની યંગ બિઝનેસવુમનનો એક એવોર્ડ અનન્યા બિરલાને એનાયત કર્યો હતો. અનન્યા બિઝનેસ જગતની રાઇસીંગ સ્ટાર તરીકે ઝડપથી ચમકી રહી છે. મ્યુઝીકમાં કેરીયર બનાવવા માંગતી આ છોકરીએ હવે પિતાનો બિઝનેસ સંભાળી લીધો છે.
દેશના 9મા નંબરના સૌથી ધનિક કુમાર મંગલમ બિરલાની સૌથી મોટી પુત્રી અનન્યા પહેલાં મ્યુઝીકમાં કેરિયર બનાવવા માંગતી હતી. તેણે ‘લિવિન ધ લાઇફ ઇન 2016’ તેની પ્રથમ સિંગલ ફિલ્મ સાથે સિંગિંગ વર્લ્ડમાં ડેબ્યુ કર્યુ હતું. એ પછી અનન્યા 350 મિલિયન સ્ટ્રીમ સુધી પહોંચી ગઇ હતી.અનન્યાએ એક મ્યુઝીક બેન્ડ પણ બનાવ્યું હતું. પણ હવે તેણે પોતાના શોખ અને સંગીતને અલવિદા કહી દીધું છે અને પિતાની કંપની ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝમાં તે ડિરેક્ટર તરીકે કામ કરી રહી છે. અનન્યા બિરલાની પોતાની સંપત્તિ 1 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે ઇશા અંબાણીની સંપત્તિ 835 કરોડ રૂપિયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp