એલન મસ્કને પછાડીને આ ઉદ્યોગકાર બની ગયા દુનિયાના સૌથી અમીર વ્યક્તિ
દુનિયાના ટોપ ટેન અમીર વ્યક્તિઓની યાદીમાં એલન મસ્કને મોટો ઝટકો મળ્યો છે. ટેસ્લાના શેરોમાં મોટા ગાબડાં પડવાની સાથે મસ્કની સંપત્તિ પણ નીચે આવી ગઇ હતી અને તેઓ પહેલાં નંબરથી સરકીને બીજા નંબરે પહોંચી ગયા છે. પહેલાં નંબર પર LVMHના માલિક આવી ગયા છે. ભારતના ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી ક્યા નંબર પર છે તે પણ જાણો.
ફોર્બ્સે હાલના અબજોપતિઓની યાદી જાહેર કરી છે. લક્ઝરી બ્રાન્ડ LVMH ના માલિક બર્નાર્ડ આર્નોલ્ટ ટેસ્લાના CEO એલોન મસ્કને પછાડીને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. ફોર્બ્સની રીઅલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર. ગ્લોબલ લક્ઝરી બ્રાન્ડ LVMH CEO આર્નોલ્ટ અને તેમના પરિવારની નેટવર્થ શુક્રવારે 23.6 બિલિયન ડોલર વધીને 207.8 બિલિયન ડોલર થઈ ગઈ છે. જ્યારે મસ્ક પાસે 204.5 બિલિયન ડોલર થી વધારે નેટવર્થ છે.
ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, 25 જાન્યુઆરીએ ટેસ્લાને શેરબજારમાંથી ઝટકો લાગ્યો, જેના કારણે તેમની સંપત્તિમાં 13 ટકાનો ઘટાડો થયો. જેના કારણે મસ્કની કુલ સંપત્તિમાં 18 અબજ ડોલરથી વધુ તુટી ગયા હતા. બીજી તરફ, LVMHના શેરમાં 13 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. ફોર્બ્સ અનુસાર, શુક્રવારે LVMHનું માર્કેટ કેપ 388.8 બિલિયન ડોલર પર પહોંચી ગયું છે.
ગુરુવારે ટેસ્લાના શેરમાં ઘટાડો થયો હતો. મસ્કે ચેતવણી આપી હતી કે કિંમતો ઘટાડવા છતાં વેચાણ વૃદ્ધિ ધીમી પડશે. જેના કારણે વિશ્વની સૌથી મોટી ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપનીના માર્જિન પર પહેલેથી જ ઘટાડો થયો છે.
આ પહેલા બુધવારે એલન મસ્કે કહ્યું હતું કે,વૃદ્ધિ નોંધપાત્ર રીતે ધીમી રહેશે કારણ કે ટેસ્લા 2025 ના બીજા ભાગમાં તેની ટેક્સાસ ફેક્ટરીમાં સસ્તા આગામી પેઢીના ઇલેક્ટ્રિક વાહનો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો કે, તેમણે કહ્યું કે નવા મોડલનું ઉત્પાદન વધારવાથી પડકારો ઊભા થશે કારણ કે તેમાં નવીનતમ ટેક્નોલોજીનોનો સમાવેશ થશે.
વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં સામેલ ભારતીય અબજોપતિ અને દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી પોતાનો દબદબો જાળવી રહ્યા છે. ફોર્બ્સ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અંબાણીની કુલ સંપત્તિ 104.4 બિલિયન ડોલર છે અને આ આંકડા સાથે, તેઓ વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ અને એશિયાના પહેલાં નંબરના સૌથી ધનિક વ્યક્તિ છે. જ્યારે બીજા ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી 91.6 બિલિયન ડોલર સાથે 14માં નંબરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp