આ છે દેશનો સૌથી મોંઘો એક્સપ્રેસ વે! પ્રતિ કિલોમીટર 1 રૂપિયો વધુ ટોલ વસૂલ કરાય છે

PC: housing.com

તમે એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ પણ ભર્યો હશે, પરંતુ શું તમે જાણો છો કે દેશનો સૌથી મોંઘો એક્સપ્રેસ વે કયો છે. વર્ષ 2002માં બનેલ મુંબઈ-પુણે એક્સપ્રેસવેને દેશનો સૌથી મોંઘો એક્સપ્રેસવે માનવામાં આવે છે.

તમે એક્સપ્રેસ વે અને હાઈવે પર મુસાફરી કરી હશે અને એ પણ જાણો છો કે તમારે દરેક એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ ચૂકવવો પડતો હોય છે. આ એક સામાન્ય વાત છે, હવે અમે તમને જણાવીએ કે, દેશનો સૌથી મોંઘો એક્સપ્રેસ વે કયો છે. આ એક્સપ્રેસ વે પર, કાર ચાલકને અન્ય રસ્તાઓ કરતાં પ્રતિ કિલોમીટર લગભગ 1 રૂપિયો વધુ ચૂકવવા પડે છે. બીજી ખાસ વાત એ છે કે, તેને દેશનો સૌથી જૂનો એક્સપ્રેસ વે પણ માનવામાં આવે છે, જેનું નિર્માણ 22 વર્ષ પહેલા થયું હતું.

હકીકતમાં અમે વાત કરી રહ્યા છીએ મુંબઈ-પુણે એક્સપ્રેસ વેની. તેને દેશનો સૌથી જૂનો અને પ્રથમ એક્સપ્રેસ વે પણ માનવામાં આવે છે. તેનું નિર્માણ વર્ષ 2002માં તત્કાલિન PM અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવ્યું હતું. આ રસ્તો મુંબઈને પુણેથી જોડે છે, જે મહારાષ્ટ્રના સૌથી વ્યસ્ત શહેરોમાંથી એક છે. અહીં તમને જાણીને નવાઈ લાગશે કે, આ દેશનો પહેલો 6 લેન રોડ પણ છે.

દેશના આ પ્રથમ એક્સપ્રેસ વેને બનાવવાનો ખર્ચ લગભગ 16.3 હજાર કરોડ રૂપિયા હતો. તેની લંબાઈ માત્ર 94.5 કિલોમીટર છે. આ રસ્તો નવી મુંબઈના કલંબોલી વિસ્તારથી શરૂ થાય છે અને પુણેના કિવાલે પર સમાપ્ત થાય છે. તેનું નિર્માણ NHAI દ્વારા નહીં, પરંતુ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા કરવામાં આવ્યું છે. આ એક્સપ્રેસ વેની બંને તરફ 3-લેન કોંક્રીટ સર્વિસ લેન પણ બનાવવામાં આવી છે.

આ એક્સપ્રેસ વે ખુલવાથી મુંબઈ અને પૂણે વચ્ચેનો મુસાફરીનો સમય 3 કલાકથી ઘટીને માત્ર 1 કલાક થઈ ગયો છે. આનો અર્થ એ છે કે, ડ્રાઇવરો એક રીતે 2 કલાકનો સમય બચાવે છે. આ એક્સપ્રેસ વેને કારણે બંને શહેરો વચ્ચે રોજિંદા મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે. શહાદ્રી પર્વતમાળાને પાર કરતા આ એક્સપ્રેસ વેની સુંદરતા જોવા જેવી છે. આ ટેકરીને પાર કરવા માટે ટનલ અને અંડરપાસ બનાવવામાં આવ્યા છે. એક્સપ્રેસ વેની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક છે.

મુંબઈ-પુણે દેશનો સૌથી મોંઘો એક્સપ્રેસ વે પણ છે. અહીં એક કાર માટે 336 રૂપિયાનો ટોલ ચૂકવવો પડે છે. જો આ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો, આ એક્સપ્રેસ વે પર પ્રતિ કિલોમીટર ટોલ લગભગ 3.40 રૂપિયા છે. દેશના અન્ય એક્સપ્રેસ વેના સરેરાશ ટોલ ભાડા પર નજર કરીએ તો તે પ્રતિ કિલોમીટર 2.40 રૂપિયા છે. આ સંદર્ભે અહીં મુસાફરી કરતા લોકોને દરેક કિલોમીટર માટે 1 રૂપિયા વધુ ચૂકવવા પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp