મુકેશ અંબાણીએ આખી જિંદગી જેટલી કમાણી કરી એટલું આ માણસ એક વર્ષમાં કમાયો

PC: twitter.com

એશિયાના સૌથી ધનિક વ્યકિત અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આખી જિંદગીમાં જેટલી કમાણી કરી છે તેટલી દુનિયાના આ માણસે એક જ વર્ષમાં કમાણી કરી લીધી છે.

બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સના એક રિપોર્ટ મુજબ દુનિયાના સૌથી જાણીતા ઉદ્યોગપતિ એલન મસ્કે 2023માં 97.8 બિલિયન ડોલરની કમાણી કરી છે, આ કમાણી મુકેશ અંબાણીની કુલ નેટવર્થ 96.2 અબજ ડોલર કરતા વધારે છે. એલન મસ્કની કુલ સંપત્તિ 236 અબજ ડોલર પર પહોંચી ગઇ છે અને તેઓ ફરી એકવાર દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.

અદાણી ગ્રુપના ગૌતમ અદાણીની આ વર્ષમાં 36. 3 અરબ ડોલર જેટલી સંપત્તિ ઘટી છે. અદાણીની કુલ સંપત્તિ અત્યારે 84.3 અબજ ડોલર જેટલી છે. જો કે ફેસબુકના માલિક માર્ક ઝુકર બર્ગે 2023માં 84.3 અરબ ડોલર કરતા વધારે કમાણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp