સમય ખરાબ ચાલી રહ્યો હોય તો દેશની આ કંપનીઓ પાસેથી શીખો ઝીરોધાના માલિકની સલાહ
માર્કેટ સાઇઝ અને અવસરનું ખોટું મૂલ્યાંકન, પછી ખોટી અપેક્ષાઓ રાખવી અને મૂલ્યાંકનની પાછળ ભાગવું એ કદાચ સ્ટાર્ટઅપ્સ નિષ્ફળ થવાનું સૌથી મોટું કારણ છે. ઝેરોધાના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ નીતિન કામથે આ વાત કહી છે. કામથે કહ્યુ કે સમય ખરાબ ચાલી રહ્યો હોય તો, દેશની આ બે મોટી મૂલ્યવાન કંપનીઓ ઇન્ફોસીસ અને ટાટા પાસેથી ઘણું બધું શીખી શકો છો.
શ્રેણીબદ્ધ ટ્વીટ્સ દ્વારા, કામથે જણાવ્યું હતું કે મૂલ્યાંકન કરતાં ટકાઉપણું વધુ મહત્વનું છે અને દરેક વ્યવસાય $10 મિલિયન, $100 મિલિયન અથવા $1 બિલિયનનો ન હોય શકે.
જો કે, એ એવી ચિંતાઓ છે કે જયારે ભારતમાં સ્ટાર્ટઅપ્સના બિઝનેસ મોડલ ડિસ્કાઉન્ટ પર ચાલે છે અને રેવેન્યૂનું આઉટલૂક નબળુ છે તો એવામાં ભારતમાં વેલ્યુએશન પહેલા કરતા વધારે છે. સ્ટાર્ટઅપ સેક્ટર પર નફો સુધારવા અને તેના મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે રોકાણકારો દ્વારા દબાણ વધી રહ્યું છે. આગામી ત્રિમાસિક ગાળામાં છટણી કરવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે.
ઝેરોધાના કામથે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, એવું કામ કરવાનો પ્રયાસ હોવો જોઈએ જે ઉદ્યોગસાહસિકોને ઘરઆંગણે ફલેક્સિબલ વ્યવસાયો સ્થાપિત કરવા સક્ષમ બનાવે અને તેનાથી વેલ્થ ક્રિએટ કરવામાં મદદ મળે.જેમ કે ઈન્ફોસિસથી લઈને ટાટાએ ટેક સ્ટાર્ટઅપ્સ સુધી, આગળ લાખો MSME સુધી પહોંચાડ્યું.
તેમણે કહ્યું, આ એક ક્રેઝ છે કે આજે શરૂ થતા દરેક વ્યવસાયને સ્ટાર્ટઅપ કહેવા માંગે છે અને બજારના ઊંચા કદ અને મૂલ્યાંકનની વાત થઇ રહી છે,પરંતુ કોઈ ટકાઉપણાં વિશે વાત કરવા માંગતું નથી. મને આશા છે કે આ વૈશ્વિક પરિદ્રશ્યમાં આ વિચારસરણી સુધારી છે. સારું પ્રદર્શન કરવા માટે આપણને ભારતમાં ફલેક્સિબલ બિઝનેશની જરૂર છે.
વેન્ચર ઇન્ટેલિજન્સનો ડેટા દર્શાવે છે કે ભારતીય સ્ટાર્ટઅપ્સે માર્ચ અને એપ્રિલ-22માં $5.8 બિલિયન એકત્ર કર્યા હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 15 ટકા ઓછા છે.
નીતિન કામથ ઝેરોધાના સ્થાપક અને CEO છે. માત્ર 17 વર્ષની ઉંમરે મિત્રોએ કામથને બજારોમાં પરિચય કરાવ્યો ત્યારે તેમણે સ્ટોક માર્કેટમાં વેપાર કરવાનું શરૂ કર્યું. તેમણે પેની સ્ટોક્સમાં વેપાર કરવાનું શરૂ કર્યું. કામથે બેંગ્લોર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી પૂરી કરી ત્યાં સુધીમાં ઘણાં પૈસા એકઠા કરી લીધા હતા. એ પછી 2001 અને 2002 ની વચ્ચે જ્યારે બજાર તૂટી પડ્યું ત્યારે નિતિન કામથે 5 લાખ રૂપિયાનું નુકશાન કર્યું હતુ. નુકશાની ભરપાઇ કરવા માટે કામથે રાતના સમયે કોલ સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું જ્યારે તે તેની ટ્રેડિંગ મૂડી ઊભી કરવા માટે દિવસમાં સ્ટોકનો વેપાર કરતો હતો. આ બે વર્ષ સુધી ચાલ્યું જ્યાં સુધી તે એક અમેરિકન HNIને મળ્યો જેણે તેને ચેક આપ્યો અને નીતિનને તેનું ફંડ મેનેજ કરવા કહ્યું. આખરે, તેમણે પોતાની બ્રોકરેજ કામથ એન્ડ એસોસિએટ્સ શરૂ કરી અને 2006માં રિલાયન્સ મની માટે સબ-બ્રોકર બન્યા. નીતિને 2010માં ટ્રેડિંગ મંદી વચ્ચે ઝેરોધાની શરૂઆત કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp