ટાયર બનાવનારી કંપની લાવી રહી છે IPO, 19 દેશોમાં ફેલાયેલો છે બિઝનેસ

PC: auto.economictimes.indiatimes.com

ગત વર્ષની જેમ જ વર્ષ 2024માં IPO માર્કેટમાં બહાર જોવા મળી રહી છે. એક બાદ એક ઘણી કંપનીઓના ઇશ્યૂ લોન્ચ થઈ રહ્યા છે અને ઘણી કંપનીઓ પોતાના IPO રજૂ કરવાની તૈયારીમાં છે. તેમાંથી એક કંપની Tolins Tyres છે. આ ટાયર બનાવનારી કંપની પોતાના IPOના માધ્યમથી બજારથી 230 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી રહી છે અને તેના માટે કંપનીએ માર્કેટ રગ્યૂલેટર સેબી (SEBI) પાસે પૈસા જમા કરાવી દીધા છે. Tolins Tyresએ આ જ મહિનાની 16 ફેબ્રુઆરીએ SEBI પાસે અરજી માટે દસ્તાવેજ જમા કર્યા છે.

તેમાં શેર કરવામાં આવેલી જાણકારી મુજબ, કેરળ બેઝ્ડ ફર્મ પોતાના IPO હેઠળ 200 કરોડ રૂપિયાના ફ્રેશ શેર ઇશ્યૂ કરશે. તો પ્રમોટરોના 30 કરોડ રૂપિયાના શેરોના વેચાણ માટે રાખવામાં આવશે. કંપનીની પ્રમોટર ટોલીન ફેમિલી છે. ટાયર મેન્યૂફ્રેક્ચરર Tolins Tyres લાઇટ કોમર્શિયલ વાહનો માટે ટાયર બનાવે છે. દેશ સાથે સાથે વિદેશોમાં પણ કંપનીનો મોટો બિઝનેસ છે. કંપનીમાં બનાવવામાં આવેલા 'ટાયર્સનો નિકાસ મિડલ ઇસ્ટથી દક્ષિણ આફ્રિકન દેશો સુધી કરવામાં આવે છે.

રિપોર્ટ મુજબ, Tolins Tyresનો બિઝનેસ દુનિયાના 19 દેશોમાં છે અને માર્ચ 2023 સુધી કંપનીની આવકમાં એક્સપોર્ટની હિસ્સેદારી 9 ટકાની આસપાસ રહી હતી. SEBI પાસે જમા કરાવેલ દસ્તાવેજોમાં આ Tolins Tyres IPOના માધ્યમથી ભેગી કરેલી રકમનો ઉપયોગ બાબતે જાણકારી આપવામાં આવી છે. એ મુજબ ઈશ્યૂથી ભેગા કરવામાં આવેલા પૈસાઓનું મુખ્ય રૂપે ઉપયોગ કંપનીની લોન ચૂકવવા અને લોંગ ટર્મ કેપિટલની જરૂરિયાતો માટે કરવામાં આવશે. કંપનીના ઉપર 2024 સુધી કુલ લોન 95.09 કરોડ રૂપિયા હતી.

તેની સાથે જ કંપનીએ પોતાની સબ્સિડિયરી કંપની ટોલિન રબર્સમાં 24.37 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પણ પ્લાન બનાવ્યો છે, જેમાં કંપનીના 16.37 કરોડ રૂપિયાની લોન પણ સામેલ છે. Tolins Tyresના બિઝનેસ અને તેના પરફોર્મ પર નજર નાખીએ તો ઇન્ડેગ રબર, વામશી રબર, TVS શ્રીચક્ર જેવી કંપનીઓ સાથે કંપિટિશન વચ્ચે નાણાકીય વર્ષ 2023ના પૂરા થયેલા નાણાકીય વર્ષમાં Tolins Tyresને 4.99 કરોડ રૂપિયાનું નેટ સ્ટેન્ડઅલોન પ્રોફિટ થયું હતું. તેમાં શાનદાર ઉછાળ જોવા મળ્યો હતો. કેમ કે તેનાથી ગત નાણાકીય વર્ષમાં એ 0.63 કરોડ રૂપિયા રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp