ટી.વી. ચેનલ થઈ રહી છે મોંઘી, આટલા રૂપિયા વધી જશે કિંમત
ટી.વી. જોનારા લોકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કેમ કે જલદી જ ટીવી જોવાનું મોંઘું થઈ શકે છે. ડિઝ્ની સ્ટાર, Viacom18, Zee એન્ટરટેનમેન્ટ અને સોની પિક્ચર નેટવર્ક ઈન્ડિયા બ્રૉડકાસ્ટ તરફથી પોતાની ચેનલ લિસ્ટમાં વધારો કરવામાં આવી શકે છે. એમ માનવામાં આવી રહ્યું છે કે લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ટી.વી. જોવાનું મોંઘું થઈ શકે છે.
કેટલા રૂપિયાનો થશે વધારો:
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટીવી સબસ્ક્રિપ્શન રેટમાં 5-8 ટકાનો વધારો થઈ શકે છે. મતલબ જો તમારું માસિક ટી.વી. સબસ્ક્રિપ્શન 500 રૂપિયા છે તો ટી.વી. સબસ્ક્રિપ્શન રેટમાં લગભગ 40 રૂપિયાનો વધારો થઈ શકે છે. તો જો મંથલી ટી.વી. સબસ્ક્રિપ્શન રેટ 1000 રૂપિયા છે તો તેમાં લગભગ 80 રૂપિયાનો વધારો થશે.
ટ્રાઇએ આપ્યું આ સૂચન:
ETના રિપોર્ટ મુજબ, ભારતીય દૂરસંચાર નિયામક ઓથોરિટી (TRAI)એ બ્રોડકાસ્ટરને કહ્યું હતું કે તેઓ સામાન્ય ચૂંટણી પૂર્ણ થવા સુધી નવા ટેરિફ મુજબ સમજૂતી પર હસ્તાક્ષર ન કરનારા ડિસ્ટ્રિબ્યુટર પ્લેટફોર્મ ઓપરેટર (DPO)ના સિગ્નલ બંધ ન કરે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં લીડિંગ બ્રોડકાસ્ટરે પોતાના બેસ બુકે દરોમાં લગભગ 10 ટકાનો વધારો કર્યો હતો. રિપોર્ટ્સના સંદર્ભે દાવો કરવામાં આવી રહ્યો છે કે Viacom18માં સૌથી વધુ લગભગ 25 ટકાનો વધારો થશે.
મતલબ લગભગ 500 રૂપિયા મંથલી સબ્સ્ક્રિપ્શનમાં લગભગ 125 રૂપિયાનો વધારો થશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ક્રિકેટ અને એન્ટરટેનમેન્ટ ચેનલની માર્કેટ હિસ્સેદારીમાં 25 ટકાનો સૌથી વધુ ગ્રોથ નોંધાઈ શકે છે. નવી કિંમત ફેબ્રુઆરીમાં લાગૂ થવાની હતી. એવામાં આશા છે કે જૂનમાં મતદાન સમાપ્ત થયા બાદ બ્રોડકસ્ટર્સ DPO પર દરો વધારવા માટે દબાવ નાખવાની આશા છે. એરટેલ ડિજિટલ ટી.વી. જેવા કેટલાક DPOએ પહેલા જ કિંમતોમાં સામાન્ય વધારો કરી દીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp