મુંબઈમાં અઢી લાખ મકાનો વેચાયા વિનાના, જાણો અમદાવાદની સ્થિતિ

PC: khabarchhe.com

એક બાજુ શહેરમાં રિયલ એસ્ટેટ માર્કેટ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે બીજી બાજુ અમદાવાદમાં મકાન બની ગયા બાદ વેચાવાના ઘણા બાકી જ છે. કેમ કે, મકાનો ઝડપી બનવાની પ્રક્રિયા અમદાવાદમાં ખૂબ જ છે. લેટેસ્ટ રીપોર્ટ આ પહેલા આવ્યો હતો તેમાં અમદાવાદ મુંબઈની સરખામણીએ પણ મોંઘુ રીયલ એસ્ટેટમાં મકાનોમાં બની રહ્યું છે.

એટલે કે માર્કેટ ત્યાં બુસ્ટ જોવામળી રહ્યું છે. ત્યારે બીજી બાજુ જોવા જઈએ તો ભાવની દ્રષ્ટીએ મુંબઈના ભાવ વધુ છે. પ્રોપટાઈગરના લેટેસ્ટ રીપોર્ટ અનુસાર અમદાવાદ શહેરમાં અત્યારે 62 હજાર મકાનો વેચાયા વિનાના જ પડી રહ્યા છે. જેથી આ મકાનો વેચાતા ઘણો સમય લાગી શકે છે. કેમ કે, જ્યાં જુઓ ત્યાં સ્કીમો બની રહી છે જેની સામે ભાવ વધુ હોવાથી લોકોમાં લેવામાં થોડો વિલંબ પણ થઈ રહ્યો છે.

જ્યારે પ્રોપટાઈગરના લેટેસ્ટ રીપોર્ટ અનુસાર બીજી તરફ મુંબઈ શહેરમાં સૌથી વધુ 2.55 લાખ મકાનો વેચાયા વિનાના એમનેમ જ પડી રહ્યા છે. પૂણેમાં 1.18 લાખ, હૈદરાબાદમાં 73 હજાર જ્યારે બેગલુરુમાં 65 હજાર મકાનો વેચાયા વિનાના જ પડી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિ રીયલ એસ્ટેટમાં વિવિધ શહેરોમાં જોવા મળી રહી છે.

અમદાવાદમાં રિયલ એસ્ટેટમાં અચાનક બુસ્ટર આવવાનું કારણ એ પણ છે કે લોકોને સરળતાથી ઓછા વ્યાજ દરથી લોન મળી રહી છે. એક સમયે હોમ લોન રેટ 12 ટકા આસપાસ ચાલતા હતા ત્યારે અત્યારે કરતાં અડધા ચાલી રહ્યા છે જેના કારણે લોકોનો ઝુકાવ રિયલ એસ્ટેટ પર વધે છે કેમ કે ઓછા વ્યાજ પ્રમાણે લોન મળી રહે છે અને સામે હપ્તો ખૂબ ઓછો આવતો હોય છે એના કારણે લોકો 40 લાખથી વધુ કિંમતની પ્રોપર્ટી ઉપર વધારે ખરીદી રહ્યા છે. પરંતુ મકાનો વઘુ બનતા કેટલાક મકાનો પડી રહ્યા છે. અન્ય શહેરોની સરખામણી આ આંકડો ખૂબજ ઓછો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp