બેન્કોમાં 78000 કરોડ રૂપિયા કોના? નથી કરી રહ્યું કોઈ ક્લેમ

PC: business-standard.com

ભારતીય બેન્કોમાં અનક્લેમ્ડ અમાઉન્ટ વધતી જઇ રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે અનક્લેમ અમાઉન્ટમાં 26 ટકાનો વધારો થયો છે. બેન્કોમાં 78,213 કરોડ રૂપિયા લાવારિસ છે. જેમના ક્લેમ માટે કોઈ નથી. માર્ચ 2023 સુધી ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં 62,225 કરોડ રૂપિયા જમા હતા. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2022માં સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રોની બેન્કોમાં અનક્લેમ્ડ ડિપોઝિટ 32,934 કરોડ રૂપિયા હતા, પરંતુ તેની તુલનામાં વર્ષ 2023ના અંતમાં આ રકમ વધીને 42,272 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ અવધિ દરમિયાન 28 ટકાનો વધારો થયો હતો. આ વખત RBIના વાર્ષિક રિપોર્ટ મુજબ અનક્લેમ્ડ અમાઉન્ટ 26 ટકા વધીને 78,213 કરોડ રૂપિયા થઈ ચૂક્યા છે.

શું હોય છે અનક્લેમ્ડ ડિપોઝિટ?

અંતે આ અનક્લેમ્ડ ડિપોઝિટ શું હોય છે? ઉલ્લેખનીય છે કે અલગ અલગ બેંક વાર્ષિક આધાર પર અકાઉન્ટ્સ રિવ્યૂ કરે છે. તેમાં એ જાણકારી મેળવવામાં આવે છે તો એવા કયા કયા બેંક અકાઉન્ટ છે, જેમાં કોઈ પ્રકારનું કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી. જ્યારે કોઈ ડિપોઝિટર તરફથી છેલ્લા 10 વર્ષ દરમિયાન કોઈ અકાઉન્ટમાં ન તો ફંડ નાખવામાં આવે છે અને ન તો તેમાંથી કોઈ રકમ કાઢવામાં આવે છે, તો આ દરમિયાન અકાઉન્ટમાં પડેલી રકમને અનક્લેમ્ડ ડિપોઝિટ માનવામાં આવે છે. સાથે જ બેંક આ અકાઉન્ટને લઈને કસ્ટમર્સ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરે છે.

જે અકાઉન્ટમાં કોઈ દાવેદાર હોતા નથી, તો તેની જાણકારી બેન્કો તરફથી RBIને આપવામાં આવે છે, ત્યારબાદ એ અનક્લેમ્ડ ડિપોઝિટ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ (DEAF)માં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. આ પ્રકારે ડિપોઝિટ્સને લઈને RBI અવેરનેસ કેમ્પેન ચલાવતી રહે છે, જેનાથી તેના કાયદાકીય હકદારોની જાણકારી મેળવી શકાય. આ પ્રકારે અનક્લેમ્ડ ડિપોઝિટ વધવાના ઘણા કારણ છે. તેમાંથી કેટલાકનો ઉલ્લેખ કરીએ તો ડિપોઝિટરનું મોત થઈ ગયું છે અને તેના નૉમિની દસ્તાવેજોમાં નોંધ ન હોવાથી આ રકમ એ અકાઉન્ટમાં જમા રકમના કોઈ દાવેદાર મળતા નથી.

RBI ઈચ્છે છે કે અનક્લેમ્ડ અમાઉન્ટમાં ઘટાડો થાય. RBIએ નિર્દેશ આપ્યા કે આ અમાઉન્ટ તેમાં યોગ્ય દાવેદારોને પરત મળવી જોઈએ, RBI દ્વારા આપવામાં આવેલા નિર્દેશ બધી કોમર્શિયલ બેન્કો (ક્ષેત્રીય ગ્રામીણ બેન્કો સહિત) અને બધી સહકારી બેન્કો પર 1 એપ્રિલ 2024થી લાગૂ છે. અનક્લેમ્ડ ડિપોઝિટના ક્લેમ માટે RBIએ UDGAM પોર્ટલ પણ લોન્ચ કરી હતી.

કેવી રીતે ક્લેમ કરાય અમાઉન્ટ?

જો તમારા પણ કોઈ સંબંધી કે ઘરની અમાઉન્ટ લાવારિસ બેંકમાં પડેલી છે તો RBIના UDGAM પોર્ટલના માધ્યમાંથી તેને ક્લેમ કરી શકો છે. આ પોર્ટલ પર જઈને સરળતાથી જમા રકમને ક્લેમ કરી શકાય છે. UDGAM પોર્ટલ પર પોતાને રજિસ્ટર્ડ કર્યા બાદ લૉગઇન કરીને અનક્લેમ્ડ અમાઉન્ટ ચેક કરી શકાય છે. સાથે જ ક્લેમ પણ કરી શકો છો કે પછી સંબંધિત બેંકમાં જઈને પણ સંપર્ક કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp