યુનિકૉમર્સે ઈ-કૉમર્સ ઈનોવેશનને વેગ આપવા સુરતમાં નવી ઓફિસ શરૂ કરી
સુરત: ભારતની અગ્રણી ઈ-કોમર્સથી સક્ષમ એસએએએસ (SaaS) પ્લેટફોર્મ પૈકીની એક યુનિકૉમર્સ (Unicommerce)એ આજે સુરતમાં એક નવી સેલ્સ ઓફિસ શરૂ કરવાની જાહેરાત કરી છે, કંપનીનો ઉદ્દેશ સમગ્ર ગુજરાતમાં ઈ-કોમર્સ કારોબારના થઈ રહેલા ઝડપભેર વિકાસને સમર્થન આપવાનો છે. યુનિકૉમર્સ દ્વારા યોજવામાં આવેલ એક બિઝનેસ ઈવેન્ટ ઈ-કુંભ સુરત (eKumbh Surat) પ્રસંગે આ જાહેરાત કરવામાં આવી હતી. તેમા સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 2000 કરતાં વધારે વ્યાપાર પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ પ્લેટફોર્મ બ્રાન્ડ્સ, રિટેલર્સ તથા ટેક ઈનોવેટર્સને ઈ-કોમર્સ તથા રિટેલ ઈ્ડસ્ટ્રીમાં નવીનતમ પ્રગતિ અંગે માહિતી મેળવવા એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.
યુનિકૉમર્સ ભારતની સૌથી વિશાળ બ્રાન્ડ્સ અને રિટેલ કંપનીઓ પૈકી કેટલાક સાથે કામ કરી રહી છે તથા ખરીદીને લગતી કામગીરી સંચાલન માટે પોતાની સાર્વગ્રાહી ટેકનોલોજી પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે. પોતાની વિસ્તરણ સંબંધિત વ્યૂહરચનાના ભાગરૂપે નવી ઓફિસ રાષ્ટ્રીય તથા સ્થાનિક એમ બન્ને બ્રાન્ડ્સની જરૂરિયાતોને પૂરી કરશે. તેને પગલે યુનિકૉમર્સ માટે એક ચાવીરૂપ બજાર તરીકે ગુજરાતની સ્થિતિ મજબૂત બનશે, જ્યાં વર્તમાન સમયમાં 500 કરતાં વધારે કારોબારને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
યુનિકૉમર્સ ગુજરાતમાં નવા વિક્રેતાઓને પોતાના ટેકનોલોજી પ્લેટફોર્મ સુધી ફ્રી એક્સેસ આપી રહ્યું છે, જેથી તેમને સમગ્ર વર્ષ માટે દર મહિને 500 જેટલા ઓર્ડર સુધી કોઈપણ પ્રકારના ખર્ચ વગર પ્રોસેસ કરવાની મદદ મળી રહે છે. આ પહેલ તમામ કદના કારોબારને તેમની સંચાલકીય કાર્યક્ષમતાને વધારવા માટે આ પ્લેટફોર્મનો ઉત્તમ રીતે લાભ મેળવવામાં મદદ કરવા તૈયારી કરવામાં આવેલ છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત વરંગા (Varanga)ના સ્થાપક અને સીઈઓ શ્રીકાંત ચાંડકએ જણાવ્યું હતું કે, “પોતાની ઉદ્યોગ સાહસિકતા અભિયાન માટે જાણીતા સુરત શહેરના ડાયનામિક બિઝનેસ એન્વાયરમેન્ટમાં અત્યાધુનિક ઈ-કોમર્સ ટેકનોલોજીની માંગ નવી ઊંચાઈ પર પહોંચી ગઈ છે. આ ઝડપભેર બદલાઈ રહેલી પરિસ્થિતિમાં ઈકુંભ જેવા કાર્યક્રમો સહકારને વધારવા, માહિતીનું આદાન-પ્રદાન કરવા તથા ઈનોવેશનને પ્રોત્સાહન આપવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે અને ખાસ કરીને અમારા વિક્રેતાઓ તથા ડાયરેક્ટ-ટુ-કન્ઝયુમર (ડી2સી) કોમ્યુનિટી માટે છે.”
"આ પ્રસંગે કાર્યક્રમમાં ઉપસ્થિત કેમ્બિયો વૂમન (Cambio Woman)ના સ્થાપક અને સીઈઓ ભાગ્યશ્રી સોનીએ કહ્યું કે, “અમે આ બાબત જોઈને ખુશ છીએ કે યુનિકૉમર્સ સમગ્ર ગુજરાતમાં કારોબારને સહયોગ પ્રદાન કરી રહેલ છે. યુનિકૉમર્સ દ્વારા યોજવામાં આવેલ ઈ-કુંભ વિચારોનું આદાન-પ્રદાન કરવા માટે ડી2સી (D2C) ઈનોવેટર્સ, ઈ-કોમર્સ લીડર્સ, તથા દુરદર્શિ સેવાઓ પૂરી પાડનારાઓને એક સાથે લાવવાનું ઉમદા કાર્ય કર્યું છે. આ વાર્તાલાપ એટલે કે વાતચીત આપણા ઉદ્યોગોના ભવિષ્યને આકાર આપવા તથા બહૂમૂલ્ય એવી ભાગીદારીઓને ઉત્તેજન આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે.”
”યુનિકૉમર્સના એમડી અને સીઈઓ કપિલ માખિજાએ જણાવ્યું હતું કે, “કેટલાક વર્ષો અગાઉ મોટાભાગના કારોબારે ઓફલાઈનનો ઉપયોગ કરી શરૂઆત કરેલી અને ત્યારબાદ ધીમે ધીમે તેમની ઓનલાઈન ઉપસ્થિતિ સ્થાપિત કરી છે. જોકે વર્તમાન સમયમાં આપણે એક નવા યુગમાં છીએ; બિઝનેસ, બ્રાન્ડ્સ, અને કોમ્યુનિટીઝનું ઓનલાઈન નિર્માણ થઈ રહ્યું છે. ઈ-કોમર્સની વૃદ્ધિ માટે ગુજરાત એક અત્યંત મહત્વના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે ત્યારે સુરતમાં અમારી નવી ઓફિસ આ વિસ્તારમાં કારોબારની જરૂરિયાતોને સામેલ કરીને પ્રત્યક્ષ રીતે જ મદદરૂપ બનવાની અમને ઉત્તમ તક મળશે. અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ સોલ્યુશન્સ પૂરા પાડીને અમારી સંચાલકીય કાર્યક્ષમતાઓને વધારવા અને બ્રાન્ડને ડાયનામિક માર્કેટમાં સ્પર્ધાત્મક બનાવવા માટે ખૂબ ઝડપભેર આગળ વધવામાં સક્ષમ બનાવવાનો ઉદ્દેશ છે.
યુનિકૉમર્સ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં નાણાકીય વર્ષ 2025ના પ્રથમ છ મહિનાના ગાળા (1લી એપ્રિલ 2024-15 સપ્ટેમ્બર 2024) દરમિયાન અગાઉના વર્ષની સમાન અવધિની તુલનામાં વાર્ષિક ધોરણે 39 ટકાનો ઓર્ડર વોલ્યુમ ગ્રોથ જોવા મળ્યો છે. આ બાબત રાજ્યમાં ઈ-કોમર્સની વધી રહેલી વ્યાપક સંભાવનાને દર્શાવી રહેલ છે. જે કેટેગરીમાં ઉલ્લેખનીય વૃદ્ધિ જોવા મળી રહી છે તેમાં એફએમસીજી અને કૃષિ, બ્યુટી, વેલનાસ એન્ડ પર્સનલ કેસ, ફેશન એન્ડ એસેસરીઝ તથા હોમ ડેકોરનો સમાવેશ થાય છે.
વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં યુનિકૉમર્સે 3600 કરતાં વધારે ગ્રાહકોને સેવા પૂરી પાડી રહી છે, તેમાં ડી2સી બ્રાન્ડ, રિટેલ અને ઈ-કોમર્સ કંપનીઓ તેમ જ લોજીસ્ટીક્સ સેવા પૂરી પાડતી કંપનીઓને પણ સમાવેશ થાય છે. 250 કરતાં વધારે ટેકનોલોજી અને પાર્ટનર ઈન્ટીગ્રેશન્સ સાથે કંપનીએ વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં 8300 કરતાં વધારે ઓમિ-ઈનેબલ્ડ સ્ટોર્સનું સંચાલન કરીને 850 કરતાં વધુ મિલિયન ઓર્ડર આઈટમ્સનું વાર્ષિક ટ્રાન્ઝેક્શન રનરેટ સામેલ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp