26th January selfie contest

ટ્રમ્પ પ્રશાસન પાસે H-1 વીઝાને મંજૂરી આપવાની માંગ

PC: dnaindia.com

અટકેલા એચ1-બી વિઝા અરજીઓની સંખ્યામાં અચાનક વૃધ્ધિ જોવા મળી છે. આ વાત ગૂગલ, ફેસબૂક, માઇક્રોસોફ્ટ જેવી ટોપ આઇટી કંપનીઓનું પ્રતિનીધીત્વ કરનાર એક સંગઠને કહી છે. કોમ્પીટ અમેરીકા નામના આ સંગઠનનું કહેવું છે કે અમેરીકા ઇમીગ્રેશન એજન્સી પોતાના દાયરા બહાર જઇને કામ કરી રહી છે. જણાવી દઇએ કે, ભારત તરફથી પણ અમેરીકા સમક્ષ એચ-વનબી વિઝાના આવેદનોને મંજૂરી આપવાની માંગ ઉઠાવવામાં આવતી રહી છે.

જો ટ્રમ્પ સરકાર આ માંગને માની લે છે તો ભારત અને ચીન જેવા દેશોને તેનો લાભ મળશે. કોમ્પીટ અમેરીકાએ હોમલેન્ડ સિક્યોરીટીના મંત્રી કર્સ્ટેજેન નીલસન અને યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસના ડાયરેક્ટર ફ્રાંસિસ સિસનાને પત્ર મોકલી જણાવ્યુ છે કે હાલના પ્રશાશનમાં એમ્પ્લોયર્સને એચવનબી વિઝા પર ઘણી સમસ્યાઓ આવી રહી છે. USCISની નીતી, પ્રક્રિયા અને કામને લઇને સ્થિતી હાલમાં સાફ નથી. ઇમીગ્રેશન એજન્સી પોતાના દાયરાથી બહાર જઇને પણ કામ કરી રહી છે.

ગત 18 મહિનામાં એચવનબી આવેદનો પર વધૂ સ્પષ્ટતા માંગી તેને લંબાવવામાં આવી રહ્યું છે. ત્યાં જ ટ્રમ્પ પ્રશાશને જણાવ્યુ કે, તે એચ-4 વિઝા ધારક પતિ કે પત્નીને કાર્ય કરવાની મંજૂરી રદ કરવાના મુદ્દે લોકોનો મત લેશે. ટ્રંપ પ્રશાશન આઇટી પ્રોફેશનલ્સમાં લોકપ્રિય એચ-વનબી વિઝાના વર્તમાન પ્રાવધાનોમાં કેટલોક ફેરફાર કરવા માંગે છે. જેથી તે અંતર્ગત ફક્ત કુશળ વિદેશી પ્રોફેશનલ્સને વિઝા મળી શકે. આ તે ફ્કત આઉટસોર્સિંગનો માર્ગ બનીને ન રહી જાય. વ્હાઇટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિનું માનવું છે કે અત્યંત ટેલેન્ટેડ વાળા ક્ષેત્ર જેવાકે ટેક ક્ષેત્રમાં ભણતર પામવા વાળા લોકો દેશમાં રોકાય.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp