વસંત ગજેરા કેસ: હજારો કરોડની જમીનમાં હેતુફેર વગર સુડાએ નક્શા કેમ મંજૂર કર્યા?

સચીન GIDCમાં નિયમોનું પાલન નહીં કરવા બદલ વસંત ગજેરાની લક્ષ્મી ઇન્ફાને 600 કરોડ રૂપિયાનો દંડ ભરવા માટે શરતી હુકમ કરેલો છે, જેમાં લખવામાં આવ્યું છે કે,સુડા કચેરી દ્રારા, રહેણાંક, ઔદ્યોગિક અને વાણિજ્ય હેતુ માટે નકશા મંજૂર કરવામાં આવ્યા છે,GIDC દ્રારા કોઇ પણ આ પ્રકારના હેતુફેરની મંજૂરી આપવામાં આવી નથી.
ત્યારે એક મોટો સવાલ એ ઉભો થાય છે કે, સુરત શહેર વિસ્તારમાં કોઇ બાંધકામને લગતી વાત હોય તો સુરત મહાનગર પાલિકા પરવાનગી આપે, સુરત બહારના જે વિસ્તારો હોય તેમાં સુડા પરવાગી આપે અને GIDC નોટિફાઇડ એરિયા હોય તો એને લગતી પરવાનગી આપવાનો અઘિકાર GIDCને હોય છે. તો સચિન GIDCમાં લક્ષ્મી ઇન્ફ્રાના કોર્મશિયલ પ્રોજેક્ટના નકશા સુડાએ કેવી રીતે મંજૂર કર્યા ?GIDCએ તો હેતુફેર માટે મંજૂરી આપી જ નથી.
આ બાબતે અમે GIDCના રિજિયોનલ મેનેજર ડી.એમ પરમારને પુછ્યું તો તેમણે કહ્યુ કે એના માટે તમારે સુડાને જ પુછવું પડે.
અમે સુડાના ડેપ્યુટી ક્લેકટર જી એમ બોરાડને પુછ્યું હતું તો તેમણે કહ્યુ કે આ મારા વિષયમાં નથી આવતું આ વાત ટેકનિકલ વિભાગ સંભાળે છે.
GIDCના રિજિયોનલ મેનેજર ડી એમ પરમારે કહ્યુ કે અમે લક્ષ્મી ઇન્ફ્રાને શરતી હુકમ આપ્યો છે. તેમને હેતુફેરના પુરાવા રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.
સચીન GIDCમાં વસંત ગજેરાના લક્ષ્મી ઇન્ફ્રા ડેવલપર્સના પ્રોજેક્ટ માટે 600 કરોડ રૂપિયાના દંડની ઉદ્યોગ જગતમાં ભારે ચર્ચા ચાલી રહી છે. GIDCએ લક્ષ્મી ઇન્ફ્રાને આપેલી નોટીસમાં કેટલીક શરતો રાખવામાં આવી છે, જેમાં એક મુદ્દો એ છે કે GIDC દ્રારા રહેણાંક તેમજ ઔદ્યોગિક હેતુ વપરાશ માટે જે મંજૂરી આપવામાં આવેલી છે તે માટેનું પ્રકરણ ગુજરાત તકેદારી આયોગમાં પડતર હોય તેનું જે કંઇ પણ નિરાકરણ આવે તે આપને બંધનકર્તા રહેશે તેવું નોટરાઇઝ કરેલું બાંહેધરીખત રજૂ કરવાનું રહેશે. આ એક ચોંકાવનારી વાત છે. એનો મતલબ એ છે કે આ કેસ ગુજરાત તકેદારી આયોગ એટલે કે ગુજરાત વિજિલન્સમાં પણ થયેલો છે.
ગુજરાત તકેદારી આયોગ વિભાગની વાત કરીએ તો સામાન્ય વહીવટી વિભાગના તા. 17 એપ્રિલ 1964ના ઠરાવ હેઠળ ગુજરાત તકેદારી આયોગની રચના થયેલી છે. આયોગ જાહેર સેવક સામે લાંચ રૂશ્વત, ભ્રષ્ટાચાર, અપ્રમાણિકતા તથા સત્તાના દુરપયોગને લગતી તમામ ફરિયાદો અંગે તપાસ પર દેખરેખ રાખીને મળેલા અહેવાલ અન્વયે સ્વતંત્ર, ન્યાયિક અને તટસ્થ ભલામણ, અભિપ્રાય સંબધિત વિભાગો અને શિસ્ત અધિકારીઓને આપે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp