Paytm પેમેન્ટ્સ બેંકના ચેરમેન પદથી વિજય શેખર શર્માનું રાજીનામું,નવા બોર્ડની રચના

PC: hindustantimes.com

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની કાર્યવાહી બાદ Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ એટલે કે PPBL સતત ચર્ચામાં છે. આ દરમિયાન Paytmના CEO વિજય શેખર શર્માએ રાજીનામું આપી દીધું છે. તેમણે Paytm પેમેન્ટ્સ બેંકના નોન એક્ઝિક્યૂટિવ ચેરમેન અને બોર્ડ મેમ્બરનું પદ છોડી દીધું છે. Paytmની પેરેન્ટ કંપની વન97 કમ્યુનિકેશન્સ (OCL)ના સ્ટોક એક્સચેન્જોએ આ જાણકારી આપી છે. તેની સાથે જ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે.

 

Paytmએ સોમવારે શેર બજારને આપેલી જાણકારીમાં કહ્યું કે, Paytm પેમેન્ટ્સ બેંકે બેંક ઓફ ઈન્ડિયા (BOI)ના પૂર્વ ચેરમેન શ્રીનિવાસ શ્રીધર, સેવાનિવૃત્ત IAS અધિકારી દેબેન્દ્રનાથ સારંગી, બેંક ઓફ બરોડા (BOB)ના પૂર્વ કાર્યકારી ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને પૂર્વ IAS અધિકારી રજની સેખરી સિબ્બલની નિમણૂક સાથે પોતાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું પુનર્ગઠન કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ બધા હાલમાં જ ઇન્ડિપેનડેન્ટ ડિરેક્ટરના રૂપમાં સામેલ થયા છે.

કંપનીએ અલગથી આપેલી સૂચનામાં કહ્યું છે કે વિજય શેખર શર્માએ પણ આ બદલાવને લઈને Paytm પેમેન્ટ્સ બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપી દીધું છે. Paytm પેમેન્ટ્સ બેંકે જાણકારી આપી કે તે નવા ચેરમેનની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેન્કે 29 જાન્યુઆરીએ આદેશ જાહેર કરતા Paytm પેમેન્ટ્સ બેંક પર ઘણા પ્રકારના પ્રતિબંધ લગાવ્યા હતા. રિઝર્વ બેંકે Paytm પેમેન્ટ બેંકને 29 ફેબ્રુઆરી બાદ નવા ડિપોઝિટ્સ લેવા અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર રોક લગાવવાના આદેશ આપ્યા હતા.

જો કે, ત્યારબાદ રિઝર્વ બેન્કે Paytm પેમેન્ટ્સ બેંકને 15 માર્ચ 2024 સુધી રાહત આપી દીધી. રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ 9 ફેબ્રુઆરીએ Paytmએ કહ્યું કે, માર્કેટ રેગ્યૂલેટર રિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓડ ઈન્ડિયા (SEBI)ના પૂર્વ ચેરમેન એમ. દામોદરનની આગેવાનીમાં એક ગ્રુપ એડવાઇઝરી કમિટી બનાવી છે. આ કમિટી તેને કમ્પોયન્સ અને રેગ્યૂલેશન પર સલાહ આપશે. 3 સભ્યોની આ કમિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા (ICAI)ના પૂર્વ પ્રેસિડેન્ટ એમ.એમ. ચિતાલે અને આંધ્રા બેંકના પૂર્વ CMD આર. રામચંદ્રન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp